બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લુણાવાડા બક્ષીપંચ છાત્રાલયમાં ફૂડ પોઈઝનિંગનો ભડકો, 6 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી, તંત્ર દોડતું થયું
Last Updated: 07:22 PM, 15 August 2026
મહીસાગર: લુણાવાડા શહેરમાં આવેલા બક્ષીપંચ છાત્રાલયમાં રહેતા 6 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં ચકચાર મચી છે. બાળકોને અચાનક ઝાડા-ઉલ્ટીની તકલીફ શરૂ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

બાળકોની તબીયત લથડતા સારવાર અર્થે ખસેડાયા
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, છાત્રાલયમાં ભોજન લીધા બાદ કેટલાક બાળકોની તબિયત લથડતાં તેમને ઝાડા અને ઉલ્ટી શરૂ થઈ હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને સવાલો
ઘટના બાદ છાત્રાલયમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને સવાલો ઉભા થયા છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને છાત્રાલયના ભોજનની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેપાળી મહિલાઓની ગેંગ ઝડપાઈ, ઘરકામ માટે રાખતા પહેલાં ચેતી જજો, આવી રીતે કરતી ચોરી
સ્થાનિક સ્તરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છાત્રાલયની મુલાકાત લઈ ભોજનના નમૂના તપાસવામાં આવે અને ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ શોધી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે છાત્રાલયમાં રહેતા અન્ય બાળકોના સ્વાસ્થ્ય અંગે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.