બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શામળાજીથી લઈ ખોડલધામ સુધી, રાજ્યભરના મંદિરોમાં ઉજવાયો સ્વતંત્રતા દિવસ, જુઓ Videos
Last Updated: 08:56 PM, 15 August 2026
યાત્રાધામ શામળાજી દેશભક્તિના રંગે રંગાયું
ADVERTISEMENT
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિમય વાતાવરણ સાથે દેશભક્તિનો રંગ જોવા મળ્યો. ભગવાન શામળીયાને વિશેષ ત્રિરંગા રંગના વસ્ત્રો અને શણગારથી સજાવવામાં આવ્યા હતા. ત્રિરંગાના રંગોમાં સજ્જ શામળીયાના દિવ્ય સ્વરૂપના દર્શન માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં દેશભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર શામળાજી ધામ ત્રિરંગાના રંગમાં રંગાયેલું નજરે પડ્યું.
ADVERTISEMENT
પાવાગઢ ખાતે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં તિરંગો લહેરાવ્યો
યાત્રાધામ પાવાગઢ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ધૂમ્મસભર્યા વાતાવરણમાં મંદિરના ટ્રસ્ટીઓએ મંદિર પરિસરમાં તિરંગો લહેરાવ્યો.માઈ ભક્તો, મંદિરના ટ્રસ્ટી અને કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી.
ADVERTISEMENT
સોમનાથ મહાદેવ મંદિરને રાષ્ટ્રધ્વજ તિરંગાથી વિશેષ શણગાર કરાયો
ADVERTISEMENT
80મા સ્વતંત્રતા પર્વ પર દેશભક્તિના રંગે રંગાયુ સોમનાથ મંદિર. સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને રાષ્ટ્રધ્વજ તિરંગાથી વિશેષ શણગારથી સજ્જ કરવામાં આવ્યું. મહાદેવના મહાદેવના અનોખા શણગારમાં તિરંગાની વચ્ચે 'ૐ'નું વિશેષ પ્રતીક જોવા મળ્યું. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે સોમનાથ મંદિરે ઉમટ્યા..તો સંધ્યા આરતીમાં પણ ભગવાનને રાષ્ટ્રધ્વજનો શણગાર કરવામાં આવશે.
ADVERTISEMENT
ગોપીનાથજી મંદિરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા પવિત્ર ગોપીનાથજી મંદિરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગોપીનાથજી ભગવાનને તિરંગાની થીમ આધારિત વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો, જેને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 51 હજાર તુલસીપત્રથી ગોપીનાથજી ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી. મંદિર પરિસરમાં દેશભક્તિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભક્તોએ ગોપીનાથજી ભગવાનના દિવ્ય તિરંગા શણગારના દર્શન કરી દેશના સ્વાતંત્ર્ય પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.
ADVERTISEMENT
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પણ દેશભક્તિના રંગે રંગાયું
આજે 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે બોટાદનું સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પણ દેશભક્તિના રંગે રંગાયું.કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને હનુમાનજી દાદાને તિરંગાની થીમ પર દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો. દાદાની મૂર્તિને ફ્રુટના તિરંગાનો અદભુત શણગાર કરાતા ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી. સમગ્ર મંદિર પરિસર ભારત માતા કી જયના ઘોષથી ગુંજી ઉઠ્યુ હતુ.
આ પણ વાંચોઃ નેપાળી મહિલાઓની ગેંગ ઝડપાઈ, ઘરકામ માટે રાખતા પહેલાં ચેતી જજો, આવી રીતે કરતી ચોરી
ખોડલધામ મંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ખોડલધામ સ્ટાફ દ્વારા મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ખોડલધામ મંદિર પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વતંત્રતા પર્વ નિમિતે રાજકોટ ખોડલધામ મંદિર દેશભક્તિના રંગમાં રંગાયું હતું.. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો નજારો ડ્રોન કેમેરામાં પણ કેદ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.