બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / હર્ષ પંડ્યાને આત્મહત્યા માટે 'મજબૂર' કરનાર 4 ડોક્ટરોની થશે ધરપકડ! પિતાએ દાખલ કરી ફરિયાદ

સુરત / હર્ષ પંડ્યાને આત્મહત્યા માટે 'મજબૂર' કરનાર 4 ડોક્ટરોની થશે ધરપકડ! પિતાએ દાખલ કરી ફરિયાદ

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 11:09 AM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં રેગિંગ-આત્મહત્યા કેસમાં મૃતક હર્ષ પંડ્યાના પિતાએ 4 ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

સુરત સિવિલ સરકારી મેડિકલ કોલેજમાં MD માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 30 વર્ષીય રેસિડન્ટ ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત મામલે પિતાએ ખટોદરા પોલીસ મથકે ચાર સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા, એટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ નોંધાવી છે.

કોણ છે 4 ડોક્ટર

હર્ષ પંડ્યાને આત્મહત્યા માટે 'મજબૂર' કરનાર અને તેમને માનસિક યાતના આપનાર ડોક્ટરમાં ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુત સામેલ છે.

મૃતકના પિતા સુભાષચંદ્રે શું કહ્યું

મૃતકના પિતા સુભાષચંદ્રે આક્ષેપ કર્યો છે કે, સિનિયરોને SC હોવાની જાણ થતાં જ તેમના દીકરાને નિશાન બનાવાયો હતો, ડોક્ટરો જાતિવાચક કોમેન્ટ કરતાં અને વધુ પડતું કામ આપીને પરેશાન કરતા હતા.

વધુ વાંચો : ગીરમાં પત્તે રમતાં ઝડપાયાં અમદાવાદના 9 જુગારીઓ, 2 લાખની રોકડ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

તમામ ચારેય ડોક્ટરની થશે ધરપકડ

પિતાની ફરિયાદ બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી શકે છે. આ 4 ડોક્ટરોએ ડો.હર્ષ પંડ્યાને અસહ્ય ત્રાસ આપતાં હતા અને આથી કંટાળીને તેમણે આપઘાત કરી લીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat news surat ragging case

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ