બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નશામાં થારચાલકનો આતંક! પોલીસથી ભાગતા દિવાલ સાથે અથડાઈ કાર
Last Updated: 12:06 PM, 16 August 2026
અમદાવાદ શહેરમાં નબીરાઓનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં વારંવાર નશાની હાલતમાં વાહન ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હરિહરાનંદ સર્કલ નજીક વધુ એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં નશાની હાલતમાં થાર ચલાવી રહેલા એક યુવકે પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે પોતાની કાર બેરિકેડિંગ સાથે અથડાવી દીધી હતી અને ત્યારબાદ પણ ઝડપથી ભાગવાનો પ્રયાસ કરતાં આખરે દીવાલ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે પોલીસ દ્વારા નિયમિત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન થાર કાર લઈને આવી રહેલા કારચાલકને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે રોકવાનો સંકેત આપતા જ કારચાલકે ત્યાંથી ભાગવાનો નિર્ણય કર્યો હતો. પોલીસની કાર્યવાહીથી બચવા માટે તેણે પોતાની થાર કાર પૂરપાટ ઝડપે દોડાવી હતી.
ADVERTISEMENT
ભાગવાના પ્રયાસ દરમિયાન સૌથી પહેલા થાર કાર પોલીસ દ્વારા ઉભા કરાયેલા બેરિકેડિંગ સાથે અથડાઈ હતી. તેમ છતાં કારચાલકે વાહન રોક્યું નહીં અને વધુ ઝડપથી ભાગવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. જોકે થોડા અંતરે જ કાર પરનો કાબૂ ગુમાવતા થાર સીધી દીવાલ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ કારને ભારે નુકસાન થયું હતું અને સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાંથી બહાર નીકળતી વખતે કારચાલક લથડિયા ખાતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. તેના વર્તન અને હાલત પરથી તે નશાની સ્થિતિમાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
અમદાવાદમાં નશામાં થારચાલકનો આતંક! પોલીસથી ભાગતા દિવાલ સાથે અથડાઈ કાર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2026
અમદાવાદના હરિહરાનંદ સર્કલ નજીક રાત્રિના પોલીસ ચેકિંગ દરમિયાન વધુ એક થારચાલકે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે કારને અટકાવવાનો પ્રયાસ કરતાં 23 વર્ષીય મોહિતસિંગ તોમરે બેરિકેડિંગ સાથે કાર અથડાવી… pic.twitter.com/F1dgRMXRg1
પોલીસે તપાસ દરમિયાન કારચાલકની ઓળખ 23 વર્ષીય મોહિતસિંગ તોમર તરીકે કરી હતી. પોલીસે મોહિતસિંગ તોમરની સ્થળ પર જ ધરપકડ કરી હતી. તેની સામે કાયદેસરની અને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર ઘટનાની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી નશાની હાલતમાં વાહન ચલાવવાના અને ટ્રાફિક નિયમોનો ભંગ કરવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી ઘટનાઓ માત્ર વાહનચાલકો માટે જ નહીં પરંતુ રસ્તા પર ચાલતા સામાન્ય લોકો માટે પણ જોખમરૂપ બની રહી છે. હરિહરાનંદ સર્કલ નજીક બનેલી આ ઘટના ફરી એકવાર બેદરકાર ડ્રાઇવિંગ અને નશામાં વાહન ચલાવવાના ગંભીર પરિણામો સામે લાવી છે. પોલીસે પણ આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે જેથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.