બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટથી લાવીને અમદાવાદની હોટલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, વિધર્મીઓની ધરપકડ

ક્રાઈમ / રાજકોટથી લાવીને અમદાવાદની હોટલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, વિધર્મીઓની ધરપકડ

Published By: Hiralal Parmar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 01:10 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે વિધર્મીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આરોપી અરમાન અયુબ શેખ અને મિત્ર અફઝલ રફિક શેખ વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટથી અમદાવાદ લાવી દુષ્કર્મ આચર્યું

અફઝલ નામના આરોપીએ સગીરાને કારમાં સાથે લઈ જવામાં મદદ કરી હતી અને ત્યાર બાદ બન્નેને સગીરાને અમદાવાદની હોટલમાં લાવીને સગીરા સાથે કુકર્મ આચર્યુ હતું. બી ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના વેજલપુરમાં પણ વિધર્મીઓની પાપલીલા

ઉલ્લેખનીય છે કે અમદાવાદના વેજલપુરમાં પણ વિધર્મીઓએ આવું કુકર્મ કર્યું હતું. સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચરવા અને અંગત ફોટા-વીડિયો પાડીને બ્લેકમેલ કરવાના ગુનામાં વેજલપુર પોલીસે 25 વર્ષીય યુવકની ધરપકડ કરીહતી.

મિત્ર સાથે સંબંધ બાંધવા દબાણ

તપાસમાં એવું પણ સામે આવ્યું કે વિધર્મી પ્રેમીએ સગીરાને તેના મિત્ર સાથે સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મ કરીને તેના ન્યૂડ વીડિયો પણ બનાવી લીધા હતા અને તેને આધારે બ્લેકમેલ કરીને મનનું ધાર્યું કરતો હતો.

વધુ વાંચો : વડોદરામાં મંદિરે દર્શને જતાં કરન્ટ લાગતાં ભાઈનું મોત, બચાવવા જતાં બહેન પણ ન બચી

વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કર્યો

આરોપીએ સગીરાનો પોર્ન વીડિયો સાઈટ પર મૂક્યો હતો જે પછી આખી ઘટના સામે આવી હતી. વેજલપુર પોલીસે દુષ્કર્મ અને POCSO હેઠળ ગુનો નોંધીને આરોપી જુનેદ શેખની ધરપકડ કરી છે. આરોપીએ વીડિયો ક્યાં અને કેવી રીતે અપલોડ કર્યો તે અંગે પોલીસ તપાસની ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

crime news Rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ