બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં ફરી ‘ચમત્કાર’નો દાવો! દશામાની સાંઢણીની આંખમાંથી ઘી વહેતું હોવાનો Video વાયરલ
Last Updated: 09:39 AM, 16 August 2026
Vadodara News: વડોદરામાં સતત બીજા વર્ષે દશામાની સાંઢણીની આંખમાંથી ઘી વહેતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાઘોડિયા રોડના મનન પાર્કમાં આવેલા દશામાના મંદિરનો વીડિયો વાયરલ થયો છે. ભક્તો આને ચમત્કાર માની રહ્યા છે. અહીં ખાસ નોંધનિય છે કે વીટીવી ન્યૂઝ આ વીડિયોની સત્યતા અંગે કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી અને કોઈપણ અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપતું નથી.
ADVERTISEMENT
વડોદરામાં ફરી ‘ચમત્કાર’નો દાવો! દશામાની સાંઢણીની આંખમાંથી ઘી વહેતું હોવાનો વીડિયો વાયરલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2026
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા મનન પાર્કના દશામા મંદિરનો વીડિયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દશામાની સાંઢણીની આંખમાંથી ઘી વહેતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સતત બીજા… pic.twitter.com/fXRO1xO9vx
વડોદરા શહેર સતત બીજા વર્ષે દશામાના ભક્તોની આસ્થાને લઇ ચર્ચામાં આવ્યુ છે. વાઘોડિયા રોડના મનન પાર્કમાં આવેલા દશામાના મંદિરનો વીડિયો વાયરલ થયો છે. સતત બીજા વર્ષે દશામાની સાંઢણીની આંખમાંથી ઘી વહેતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. અંધશ્રદ્ધા કે પછી ચમત્કાર ? એવા ઘણા પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
વીડિયોમાં દશામાની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહેતી જોવા મળી છે. અંધશ્રદ્ધા કે પછી ચમત્કાર તે મોટો સવાલ ઉભો થયો છે. વર્ષ 2025માં વિજ્ઞાન જાથાએ તપાસ કરી સમગ્ર ખેલ ખુલ્લો પાડ્યો હતો.મંદિરના મહિલા પૂજારીએ પોલીસ સમક્ષ માફી માગી હતી છતાં ફરી વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દુખદ / અમદાવાદની સિવિલમાં પગના સામાન્ય ઓપરેશનમાં યુવકનું મોત થતાં હોબાળો, સિક્યુરીટીએ કરી દાદાગીરી
અહીં ખાસ નોંધનિય છે કે વીટીવી ન્યૂઝ આ વીડિયોની સત્યતા અંગે કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી અને કોઈપણ અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.