બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં હવે OBC જાતિઓનો સર્વે કરવા માંગ, લખ્યો CMને પત્ર, જુઓ શું કહ્યું

ગાંધીનગર / ગુજરાતમાં હવે OBC જાતિઓનો સર્વે કરવા માંગ, લખ્યો CMને પત્ર, જુઓ શું કહ્યું

Published By: Nidhi Panchal
Reported By: Parth Jani

Last Updated: 11:18 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઓબીસી સમાજને મળતા અનામતના વાસ્તવિક લાભ અંગે રાજ્યવ્યાપી સર્વે કરવાની માંગ ઉઠી છે. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને પત્ર લખીને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ઓબીસી સર્વે કરાવવાની માંગ કરી છે.

ગુજરાતમાં હવે ઓબીસી જાતિઓનો રાજ્યવ્યાપી સર્વે કરવાની માંગ ઉઠી છે. આ મુદ્દે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે રાજ્યમાં ઓબીસી અનામતનો વાસ્તવિક લાભ કઈ જાતિઓ અને કેટલા લોકો સુધી પહોંચી રહ્યો છે તે જાણવા માટે વૈજ્ઞાનિક અને પારદર્શક સર્વે હાથ ધરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આંકડાઓના આધારે જ ઓબીસી સમાજના હકો અંગે યોગ્ય નિર્ણય લઈ શકાય.

gandhi-2

ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ઓબીસી અનામતનો વાસ્તવિક લાભ કોણ-કોણ લઈ રહ્યા છે તે મુદ્દે રાજ્ય સરકાર દ્વારા વિસ્તૃત સર્વે કરાવવામાં આવે. તેમણે સૂચન કર્યું છે કે રાજસ્થાનમાં જે રીતે ઓબીસી સમાજનો સર્વે કરવામાં આવ્યો છે, તે જ પ્રકારનો સર્વે ગુજરાતમાં પણ હાથ ધરવામાં આવે, જેથી સાચી અને ચકાસેલી માહિતીના આધારે આગળની નીતિઓ ઘડી શકાય.

gandhinagar

આ મુદ્દે ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ ચાર મહત્વની માંગણીઓ પણ મૂકી છે. પ્રથમ માંગ મુજબ ઓબીસી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી સર્વે કરવામાં આવે. તેમના મતે આ સર્વે સરકારની દેખરેખ હેઠળ પારદર્શક રીતે થવો જોઈએ જેથી દરેક વર્ગની સાચી સ્થિતિ સામે આવી શકે. બીજી માંગમાં તેમણે જણાવ્યું છે કે જાતિવાર શિક્ષણ, સરકારી રોજગારી અને અનામતના લાભોના આંકડા વૈજ્ઞાનિક રીતે એકત્ર કરવામાં આવે. તેમના મતે માત્ર અંદાજના આધારે નહીં પરંતુ પ્રમાણભૂત માહિતીના આધારે જ નીતિગત નિર્ણયો લેવામાં આવે તો સમાજના તમામ વર્ગોને યોગ્ય ન્યાય મળી શકે.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટમાં મળશે નોકરી? એ પણ ઉચ્ચ પગારધોરણવાળી, આ રીતે કરો અરજી

ત્રીજી માંગ તરીકે ધારાસભ્યએ કહ્યું છે કે સર્વેના સંપૂર્ણ અને ચકાસાયેલ પરિણામો જાહેર કરવામાં આવે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યના લોકો સમક્ષ પારદર્શક રીતે આંકડા રજૂ કરવામાં આવે જેથી ઓબીસી સમાજને મળતા લાભોની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. ચોથી અને અંતિમ માંગમાં તેમણે જણાવ્યું છે કે સર્વેમાંથી પ્રાપ્ત થયેલા આંકડાઓના આધારે ઓબીસીના વંચિત સમુદાયને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં ભરવામાં આવે. તેમના મતે જે સમુદાયો હજુ સુધી અનામતના લાભથી વંચિત રહ્યા છે, તેમને યોગ્ય રીતે લાભ મળે તે માટે સરકાર દ્વારા નીતિગત નિર્ણય લેવો જરૂરી છે.

OBC સમાજના હકનો નિર્ણય આંકડાના આધારે

ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે OBC સમાજના હકનો નિર્ણય આંકડાના આધારે થઈ શકે. તેમણે સરકારને રજૂઆત કરી છે કે રાજ્યમાં વૈજ્ઞાનિક અને પારદર્શક સર્વે કરાવીને વાસ્તવિક સ્થિતિ જાણી શકાય અને તેના આધારે સમાજના વંચિત વર્ગોને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat OBC Survey Gulabsinh Chauhan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ