બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લો બોલો, વાલીઓના ફોન જ રીસીવ નથી કરતા, આનંદ નિકેતન સ્કૂલની મનમાની યથાવત

અમદાવાદ / લો બોલો, વાલીઓના ફોન જ રીસીવ નથી કરતા, આનંદ નિકેતન સ્કૂલની મનમાની યથાવત

Published By: Vishal Khamar
Reported By: Shubham Bhatt

Last Updated: 11:43 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદમાં આવવા પામી છે. આજે પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. ભોજનમાંથી કાચનો ટુકડો નીકળવા મામલે કોઈ કાર્યવાહી હજુ સુધી થવા પામી નથી.

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો વિરોધ અને વિવાદ વચ્ચે શાળાનું શૈક્ષણિક કાર્ય હજુ પણ બંધ છે. મળતી માહિતી મુજબ, 11 ઓગસ્ટથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે અને આજે પણ શાળામાં નિયમિત શૈક્ષણિક કામગીરી શરૂ થઈ નથી.

શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાનો આક્ષેપ

વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યા બાદ શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શાળામાં આપવામાં આવતા ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવવાના મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વાલીઓની જવાબદારો સામે કાર્યવાહીની માંગ

આ ગંભીર ઘટનાને લઈને વાલીઓ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, વાલીઓના આક્ષેપ મુજબ, અત્યાર સુધી આ મામલે કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત, વાલીઓની ફરિયાદો અને રજૂઆતો સાંભળવા માટે શાળા દ્વારા કોઈ અલગ ફરિયાદ નિવારણ કમિટી પણ બનાવવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ભરૂચથી સોમનાથ મંદિર સુધી, 'હર-હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યા શિવાલયો

વાલીઓનું કહેવું છે કે બાળકોની સુરક્ષા અને ભોજનની ગુણવત્તા જેવા ગંભીર મુદ્દે શાળા તંત્રએ સ્પષ્ટ જવાબદારી નક્કી કરી તાત્કાલિક પગલાં લેવા જોઈએ. શાળા તરફથી આ સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા અને આગામી શૈક્ષણિક કામગીરી અંગેની માહિતીની રાહ જોવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad school news Anand Niketan school controversy Anand Niketan School Ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ