બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરના નાગચંદ્રેશ્વરમાં મચી નાસભાગ, અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ

National / ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરના નાગચંદ્રેશ્વરમાં મચી નાસભાગ, અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ

Published By: Nidhi Panchal

Last Updated: 12:25 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિર સંકુલમાં નાસભાગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે અને ઘટના નાગચંદ્રેશ્વર મંદિર પાસે બની હોવાનું માનવામાં આવે છે.

શ્રાવણના પહેલા સોમવાર પર મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિર સંકુલમાં અચાનક નાસભાગ મચી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બનતા જ મંદિર પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને થોડા સમય માટે અવ્યવસ્થા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ujjain

પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત સ્થળ નાગચંદ્રેશ્વર મંદિર હોવાનું માનવામાં આવે છે. નાસભાગ દરમિયાન મોટી સંખ્યામાં હાજર શ્રદ્ધાળુઓ એકબીજાની વચ્ચે ફસાઈ જતાં અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી

ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને જરૂરી સારવાર માટે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. નાસભાગનું ચોક્કસ કારણ શું હતું અને ઘટના કેવી રીતે બની તે અંગે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : લંબાવાઈ LPG e-KYCની ડેડલાઈન, રહી ગયા છો તો જાણી લો છેલ્લી તારીખ

મહાકાલ મંદિર દેશના પ્રસિદ્ધ તીર્થસ્થળોમાંનું એક હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા હોય છે. આવી સ્થિતિમાં બનેલી આ ઘટનાએ હાજર શ્રદ્ધાળુઓમાં ચિંતા ફેલાવી છે. હાલ તંત્ર સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યું છે અને ઘટનાની વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ujjain Mahakal Temple Stampede

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ