ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી સુરતમાં વધુ એક ઘટના, 1 વર્ષના વિદ્યાર્થીએ ક્લાસમેટ પર ચપ્પુથી કર્યો હુમલો
Last Updated: 09:43 PM, 16 June 2026
ADVERTISEMENT
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક મ્યુનિસિપાલિટી સ્કૂલમાં બનેલી ગંભીર અને ચિંતાજનક ઘટનાએ વાલીઓ અને શિક્ષણજગતમાં ભારે ચકચાર મચાવી છે. માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના સહાધ્યાયી પર ચપ્પુ વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
સામાન્ય બાબતને લઈને બોલાચાલી
માહિતી મુજબ, સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતને લઈને બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વિવાદ બાદ સ્કૂલ છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલું તીક્ષ્ણ હથિયાર બહાર કાઢી બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.
ADVERTISEMENT

હુમલામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો
ADVERTISEMENT
હુમલામાં ઘાયલ થયેલો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શિક્ષકો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરો દ્વારા જરૂરી સર્જરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ADVERTISEMENT
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની માતાએ શું કહ્યું
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની માતા સંગીતા ભાલેરાવે જણાવ્યું કે ઘટના બપોરે અંદાજે 12:30 થી 12:45 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી. તેમણે જણાવ્યું કે હુમલો કરનાર વિદ્યાર્થીને તેઓ ઓળખતા નથી અને પોતાના બાળકને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે.
ADVERTISEMENT
પોલીસ તાત્કાલીક સ્કૂલ પહોંચી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ તાત્કાલિક સ્કૂલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ હુમલાના કારણો, વિદ્યાર્થી પાસે ચપ્પુ કેવી રીતે પહોંચ્યું અને ઘટનાની પાછળના અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.
આ ઘટનાએ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, તેમના વર્તન અને સ્કૂલ બેગની નિયમિત તપાસ જેવા મુદ્દાઓને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. વાલીઓ અને શિક્ષણવિદોનું માનવું છે કે બાળકોના માનસિક સ્વાસ્થ્ય, મિત્રવર્તુળ અને દૈનિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત ઉભી થઈ છે.
આ પણ વાંચોઃ ચોમાસા પૂર્વે દમણના દરિયામાં રૌદ્ર સ્વરૂપ, 15 ફૂટ ઊંચા મોજાંથી ચિંતાનો માહોલ
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે, પરંતુ આ ઘટના નિશ્ચિતપણે સમાજ અને વાલીઓ માટે ચેતવણીરૂપ સાબિત થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.