બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સાળંગપુર મંદિર કોપીરાઈટ-ટ્રેડમાર્ક વિવાદ, ભક્તોએ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે યોગ્ય નિર્ણય ગણાવ્યો

ગુજરાત / સાળંગપુર મંદિર કોપીરાઈટ-ટ્રેડમાર્ક વિવાદ, ભક્તોએ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે યોગ્ય નિર્ણય ગણાવ્યો

Nidhi Panchal

Last Updated: 07:41 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર હનુમાનજી મંદિરની ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. હનુમાનજીના નામ, સ્વરૂપ અને આધ્યાત્મિક ઓળખને મળ્યું કોપીરાઈટ અને ટ્રેડમાર્કનું કાનૂની રક્ષણ

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા લેવામાં આવેલા કોપીરાઈટ અને ટ્રેડમાર્ક સંબંધિત નિર્ણયને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ભક્તો આ નિર્ણયને મંદિરના વારસા અને પવિત્રતાના રક્ષણ માટે જરૂરી ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આ નિર્ણય સામે વિરોધના સૂર પણ ઉઠ્યા છે. જોકે મંદિર સાથે જોડાયેલા ભક્તોનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી મંદિરના નામનો ઉપયોગ કરીને ઓનલાઈન છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યા હતા, જેના કારણે આ પ્રકારનું પગલું લેવું જરૂરી બની ગયું હતું.

salangpur-4

ધાર્મિક સેવાઓના નામે લોકોને ગેરમાર્ગે દોરી છેતરપિંડી

ભક્તોના જણાવ્યા મુજબ કેટલાક લોકો અને વેબસાઇટો દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિરના નામે ઉતારા, પ્રસાદ, દાન અને અન્ય ધાર્મિક સેવાઓના નામે લોકોને ગેરમાર્ગે દોરી છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદો મળી રહી હતી. આવા બનાવોને રોકવા અને ભક્તોના હિતોની સુરક્ષા કરવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કોપીરાઈટ અને ટ્રેડમાર્કનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો માને છે કે આ નિર્ણય મંદિરની ઓળખ જાળવી રાખવા તેમજ શ્રદ્ધાળુઓને છેતરપિંડીથી બચાવવા માટે અત્યંત જરૂરી છે.

કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરવા માટે આવે

દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. દેશ-વિદેશમાંથી આવતા ભક્તો માટે આ મંદિર આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મંદિરના નામનો દુરુપયોગ ન થાય અને તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો આ પગલાને સકારાત્મક દિશામાં લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોઈ રહ્યા છે.

આધ્યાત્મિક વારસાને કાનૂની રક્ષણ પૂરું

એક ઐતિહાસિક અને અનોખી પહેલ હેઠળ ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ સારંગપુરમાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે તેના ધાર્મિક અને આધ્યાત્મિક વારસાને કાનૂની રક્ષણ પૂરું પાડ્યું છે. હવે સારંગપુર હનુમાનજી મહારાજના નામ, દૈવી સ્વરૂપો, છબીઓ અને આધ્યાત્મિક ઓળખનો ઉપયોગ ટ્રસ્ટની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા વ્યવસાયિક હેતુ માટે કરી શકાશે નહીં. મંદિર ટ્રસ્ટે કોપીરાઈટ અને ટ્રેડમાર્ક દ્વારા આ સમગ્ર વારસાને સુરક્ષિત બનાવ્યો છે. દેશમાં આ પ્રકારની પહેલ પ્રથમ વખત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને આધુનિક કાનૂની

મંદિર ટ્રસ્ટ દ્વારા આ પહેલ બાદ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ પગલું માત્ર કાનૂની સુરક્ષા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને આધુનિક કાનૂની માળખા હેઠળ સુરક્ષિત રાખવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. સારંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટના સ્વામી વિવેક સાગરે જણાવ્યું હતું કે હનુમાનજીનું નામ, સ્વરૂપ અને આધ્યાત્મિક ઓળખને કોપીરાઈટ અને ટ્રેડમાર્ક હેઠળ સુરક્ષિત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા હનુમાનજીને સમર્પિત છે અને તેનો મુખ્ય હેતુ શ્રદ્ધા, પરંપરા અને ધાર્મિક વારસાનું રક્ષણ કરવાનો છે.

પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો ભક્તો માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર

સારંગપુરમાં આવેલું શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો ભક્તો માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ બેઠકનું છે અને તેની સૌથી વિશિષ્ટ ઓળખ એ છે કે અહીં હનુમાનજીને મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ એકમાત્ર મુખ્ય મંદિર છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ અથવા શ્રીકૃષ્ણની મૂર્તિ મુખ્ય દેવતા તરીકે સ્થાપિત નથી.

મંદિર ખાતે 54 ફૂટ ઊંચી ભવ્ય હનુમાન પ્રતિમાની સ્થાપના

તાજેતરના સમયમાં મંદિર ખાતે 54 ફૂટ ઊંચી ભવ્ય હનુમાન પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, જેના કારણે મંદિરની પ્રતિષ્ઠામાં વધુ વધારો થયો છે. આ વિશાળ પ્રતિમાએ દેશ-વિદેશના ભક્તો અને પ્રવાસીઓને ખાસ આકર્ષ્યા છે. BAPSના આત્મતૃપ્ત સ્વામીના જણાવ્યા અનુસાર પૂજ્ય સંત ગોપાલાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. આ જ કારણ છે કે મંદિરને આધ્યાત્મિક શક્તિ, ભક્તિ અને ચમત્કારિક શ્રદ્ધાના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : ટનલમાંથી નીકળતા કાન ફાડી નાખતો અવાજ નહીં થાય, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં 'ટનલ હૂડ'નો ઉપયોગ થશે

ધાર્મિક વારસાને કોપીરાઈટ અને ટ્રેડમાર્ક દ્વારા સુરક્ષિત રાખવાની આ પહેલ માત્ર સાળંગપુર મંદિર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં દેશની અન્ય ધાર્મિક સંસ્થાઓ માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે છે. હાલ આ નિર્ણયને લઈને ચર્ચા ચાલી રહી છે અને તેના અમલ તેમજ ભવિષ્યમાં થનારી અસરો પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salangpur Hanumanji Trademark Registration Copyright Protection
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ