બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:14 PM, 14 June 2026
ગોવાની બેવરેઝ કંપની LB બ્રુઅર્સ જે તેના ક્રાફ્ટ બીયર બ્રાન્ડ 'MakaDi' અને ફંક્શનલ ડ્રિંક 'Borrecha' માટે ફેમસ છે, તે આગામી 4થી 5 વર્ષમાં 500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર હાંસલ કરવાનો ટાર્ગેટ ધરાવે છે. કંપનીએ એવો પણ સંકેત આપ્યો છે કે તે ભવિષ્યના એક્સપેંશન પ્લાનને વેગ આપવા માટે IPO પર વિચાર કરી શકે છે. આ પ્લાન ભારતીય બેવરેઝ માર્કેટમાં ઝડપથી વધતી માંગ અને નવી પ્રોડક્ટની લોકપ્રિયતાને કારણે છે.
ADVERTISEMENT
LB બ્રુઅર્સની શરૂઆત એક હોમ બ્રુઅર્સ પ્રયોગ તરીકે શરૂ થઈ હતી પરંતુ હવે તે ઝડપથી વિકસતી ભારતીય બેવરેઝ કંપની બની ગઈ છે. કંપનીના ચીફ ગ્રોથ ઓફિસર સારિકા વાર્શ્નેયના જણાવ્યા અનુસાર, ગયા નાણાકીય વર્ષમાં આશરે 24 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 60 કરોડ રૂપિયાથી વધુની આવક હાંસલ કરવાનો ટાર્ગેટ ધરાવે છે. કંપનીનું માનવું છે કે, બજારમાં તેની બ્રાન્ડ્સ જે ગતિએ લોકપ્રિયતા મેળવી રહી છે તે જોતાં 500 કરોડ રૂપિયાના ટાર્ગેટને એચીવ કરવું મુશ્કેલ નહીં હોય.
ADVERTISEMENT

કંપનીએ પોતાને ક્રાફ્ટ બીયર સુધી મર્યાદિત રાખ્યું નથી પરંતુ હેલ્થ અને ફંકશનલ વોટર સેગમેન્ટમાં પણ પ્રવેશ કર્યો છે. તાજેતરમાં તેને 'Life6' નામનું CoQ10 ધરાવતું ફંકશનલ વોટર લોન્ચ કર્યું છે. CoQ10 ને એન્ટીઑકિસડન્ટ માનવામાં આવે છે જે એનર્જી વધારવા અને હેલ્થ સુધારવામાં મદદ કરે છે. કંપનીનો દાવો છે કે આ નવી પ્રોડક્ટ ઇન્ટરનેશનલ સ્તરે માન્યતા મેળવી રહી છે.
ADVERTISEMENT
LB બ્રુઅર્સનું એક મુખ્ય લક્ષણ એ છે કે તે ઘણી બીજી કંપનીઓથી વિપરીત, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પર આધાર રાખતું નથી. કંપની તેની મેન્યુફેકચરીંગ પ્રક્રિયાને સંપૂર્ણપણે કંટ્રોલ કરે છે. તે માને છે કે ક્વોલીટી જાળવવા માટે મેન્યુફેકચરીંગ પર સીધું કંટ્રોલજરૂરી છે. જેમાં શરૂઆતમાં દર મહિને માત્ર 5000 કેસ માટે મેન્યુફેકચરીંગ ક્ષમતા હવે MakaDi માટે 40,000 કેસ અને Borcha માટે 36,000 કેસ સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા એક વર્ષમાં આ કંપનીએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઓડિશા અને કેરળ સહિત લગભગ 10 રાજ્યોમાં તેની હાજરી મજબૂત કરી છે. તે ઇન્ટરનેશનલ બજારોમાં પણ ઝડપથી વિસ્તરણ કરી રહી છે. MakaDi હાલમાં UAE, સાઉદી અરેબિયા, કતાર, ઓસ્ટ્રેલિયા, યુકે અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં પણ ઉપલબ્ધ છે, જ્યારે કંપની ટૂંક સમયમાં યુરોપિયન માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઝડપથી વિકસતા બીઝનેસ, નવી પ્રોડક્ટ અને ઇન્ટરનેશનલ વિસ્તરણ સાથે LB બ્રુઅર્સ હવે ભારતીય બેવરેઝ ઇન્ડસ્ટ્રીમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. જો કંપની તેની વર્તમાન વૃદ્ધિ ગતિ જાળવી રાખે છે તો આગામી વર્ષોમાં તેનો IPO એક આકર્ષક રોકાણનો મોકો બની શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.