બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:21 PM, 14 June 2026
T20 મુંબઈ 2026 ની ફાઇનલ મેચ મરાઠા રોયલ્સ અને ARCS અંધેરી વચ્ચે રમાઈ હતી. 13 જૂનના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ખેલાડીઓનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો. ફાઇનલ મેચ જીતવાનું દબાણમાં આ બંને ટીમોના પ્લેયર્સ એકબીજા સાથે ટકરાતા જોવા મળ્યા હતા. મેચનો નિર્ણય છેલ્લા બોલ પર લેવામાં આવ્યો હતો, જે મરાઠા રોયલ્સે જીતી લીધો હતો. આ મેચમાં અર્જુન તેંડુલકર ARCS અંધેરીનો હિસ્સો હતો. જે તેઓ 8 રનથી હારી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
T20 મુંબઈ લીગમાં જીતવા માટે ARCS ને લાસ્ટ ઓવરમાં 14 રન બનાવવાની જરૂર હતી. જેમાં રોહન રાજેએ મરાઠા રોયલ્સ માટે અંતિમ ઓવર ફેંકી હતી અને માત્ર 5 રન આપ્યા હતા. આમ લાસ્ટ ઓવરમાં 14 રન ડિફેન્ડ કરીને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. પછી રોહન રાજેએ પોતાની જર્સી ઉતારી અને મેદાનમાં દોડવાનું શરૂ કર્યું. મરાઠા રોયલ્સના બાકીના પ્લેયર્સ પણ રોહન રાજે સાથે તેમની ખુશીમાં જોડાયા હતા.

ADVERTISEMENT
મરાઠા રોયલ્સે ARCS અંધેરીને 8 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. T20 મુંબઈ લીગમાં આ મરાઠા રોયલ્સનો સતત બીજુ ટાઇટલ છે.
મરાઠા રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 154 રન બનાવ્યા હતા. અર્જુન તેંડુલકરે 5 વિકેટમાંથી 2 વિકેટ લીધી હતી. તેને મરાઠા રોયલ્સના ઓપનર સચિન મધુકર યાદવ અને મધ્યમ ક્રમના બેટ્સમેન અયાઝ ખાનને 4 ઓવરમાં 36 રન આપીને આઉટ કર્યો હતો. મરાઠા રોયલ્સ માટે ચિન્મય રાજેશ સુતાર સૌથી સફળ પ્લેયર રહ્યો હતો જેમાં તેને 52 બોલમાં 61 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
Big fight in t20 Mumbai final!!
— Cricket Central (@CricketCentrl) June 14, 2026
- Shivam Dube to rescue.🤯 pic.twitter.com/niaNJntnpM
આર્ક્સ અંધેરીને 157 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ મેચ છેલ્લા બોલ સુધી લઈ જવા છતાં તેઓ ફક્ત 146 રન જ બનાવી શક્યા હતા અને મેચ હારી ગયા હતા. ARCS અંધેરીની ઇનિંગ દરમિયાન અંતિમ મેચનું દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. આ દબાણથી ગ્રાઉન્ડ પર લડાઈ પણ થઈ હતી. આ ત્યારે બન્યું જ્યારે ARCS અંધેરીની બે મોટી વિકેટ 4 બોલમાં પડી ગઈ હતી. જેમાં તુષાર દેશપાંડેએ 17.5 મી ઓવરમાં શિવમ દુબેને આઉટ કર્યો હતો અને પછી મરાઠા રોયલ્સના ઇરફાન ઉમૈરે 18.3મી ઓવરમાં ગૌરવ જાથરની વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
આઉટ થયા બાદ ગૌરવ જાથર, તુષાર દેશપાંડે સાથે ઝઘડો કર્યો. બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી તે જોઈને ARCS અંધેરીના કેપ્ટન શિવમ દુબે ડગઆઉટમાંથી દોડી ગયો હતો અને ગૌરવ જાથરને અલગ કર્યો હતો. આમ પરિસ્થિતિ શાંત થઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.