ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોળી સમાજમાં નેતૃત્વના મુદ્દે ગરમાયું રાજકારણ, બોટાદના મોટા સખપરમાં આજે મહાસંમેલન
Last Updated: 11:47 AM, 14 June 2026
ADVERTISEMENT
કોળી સમાજમાં નેતૃત્વ અને વર્ચસ્વના મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આજે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કોળી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સમાજના આગેવાનો દ્વારા યોજાઈ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, પ્રવિણ કોળી સહિતના સમાજના વિવિધ આગેવાનોના નેતૃત્વમાં આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે સંમેલનમાં કોઈપણ મંત્રી કે ધારાસભ્યની સત્તાવાર હાજરી ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT
આજે સાંજે 5 વાગ્યે યોજાનારા સંમેલનને લઈને સ્થળ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, સમાજના વિવિધ પ્રશ્નો, સંગઠનની એકતા અને ભવિષ્યની દિશા અંગે ચર્ચા કરવામાં આવશે. દિલ્હીમાં કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે.
આ પણ વાંચોઃ વિદેશ જનારા લોકોના કામ અટવાયા, ગુજરાતભરની RTO કચેરીમાં અરજીઓનો ભરાવો
ADVERTISEMENT
સંમેલન બાદ સમાજના આગેવાનો દ્વારા શું સંદેશ આપવામાં આવે છે અને તેનો સમાજ તેમજ સ્થાનિક રાજકારણ પર શું પ્રભાવ પડે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.