ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિદેશ જનારા લોકોના કામ અટવાયા, ગુજરાતભરની RTO કચેરીમાં અરજીઓનો ભરાવો

ગુજરાત / વિદેશ જનારા લોકોના કામ અટવાયા, ગુજરાતભરની RTO કચેરીમાં અરજીઓનો ભરાવો

Published By: Vishal Khamar

Last Updated: 09:37 AM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વાહન વ્યવહાર વિભાના ઓનલાઈન સારથી પોર્ટલની કામગીરી અટકી જતા અનેક અરજદારો અટવાયા છે. ટેકનિકલ ખામીના કારણે RTO કચેરીઓમાં લાયસન્સની ઓનલાઈન કામગીરી ખોરવાઈ છે.

ADVERTISEMENT

રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા સંચાલિત ઓનલાઈન ‘સારથી પોર્ટલ’માં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે રાજ્યભરની RTO કચેરીઓમાં લાયસન્સ સંબંધિત અનેક સેવાઓ ખોરવાઈ ગઈ છે. પોર્ટલ પર દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કર્યા બાદ તે સિસ્ટમમાં દેખાતા ન હોવાની ફરિયાદો વધી રહી છે, જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

મળતી માહિતી મુજબ, લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂઅલ, ડુપ્લિકેટ લાયસન્સ તેમજ અન્ય ઓનલાઈન પ્રક્રિયાઓમાં અવરોધ ઉભો થયો છે. ખાસ કરીને વર્ષ 2010 પહેલાં જારી થયેલા ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યૂઅલ માટે અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અરજદારોના કામ પણ અટવાઈ ગયા

ટેક્નિકલ ખામીને કારણે વિદેશ જવા માટે તાત્કાલિક લાયસન્સની જરૂરિયાત ધરાવતા અરજદારોના કામ પણ અટવાઈ ગયા છે. અનેક અરજદારોએ જણાવ્યું હતું કે જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા હોવા છતાં પોર્ટલ પર તે દર્શાવતા નથી, જેના કારણે અરજીની પ્રક્રિયા આગળ વધી શકતી નથી.

હજારો અરજીઓ પેન્ડિંગ

રાજ્યભરની RTO કચેરીઓમાં પોર્ટલ લાંબા સમયથી અસરગ્રસ્ત રહેતાં હજારો અરજીઓ પેન્ડિંગ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સમસ્યાના નિરાકરણ માટે ટેક્નિકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણપણે સેવા પુનઃસ્થાપિત થઈ શકી નથી.

આ પણ વાંચોઃ આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા, 2.63 લાખ ઉમેદવારો આપશે Exam

અરજદારોમાં ભારે રોષ

વારંવાર સર્જાતી ટેક્નિકલ ખામીઓના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ પોર્ટલની કામગીરી વધુ સ્થિર અને વિશ્વસનીય બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે, જેથી સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ માટે અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Department of Transport Sarathi Portal

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ