બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:23 AM, 14 June 2026
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નજર હેઠળ અયોધ્યા રામ મંદિરમાં આવતા અબજો રૂપિયાના દાનની ગણતરીમાં મોટી ગેરરીતિ થઈ હોવાની આશંકા સાચી સાબિત થઈ રહી છે. ગત થોડા મહિનાઓથી મંદિરના ગર્ભગૃહ અને દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ થવાની ફરિયાદો બાદ ટ્રસ્ટના સત્તાવાર અનુરોધ પર ઉત્તર પ્રદેશ સરકારે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા અને કૌભાંડીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ કથિત કૌભાંડની કડીઓ ત્યારે મજબૂત થઈ જ્યારે એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે રામ મંદિરમાં દાનની રકમ ગણવાનું મુખ્ય કામ કરતા કર્મચારી લવકુશ મિશ્રાના ઘર પર દરોડો પાડ્યો હતો. લવકુશ રુદૌલીના શુજાગંજ વિસ્તારના મીનાપુર ફગૌલી ગામનો વતની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ ટીમને લવકુશના ઘરેથી આશરે 10 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ રકમ માત્ર ઘરની તિજોરી કે અલમારીમાં જ નહીં, પરંતુ તપાસ એજન્સીઓને ભટકાવવા માટે ઘરની પાછળ આવેલા ગોબરના ઢગલાની અંદર પ્લાસ્ટિકમાં લપેટીને દબાવી રાખવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય એક શંકાસ્પદ કર્મચારીની પણ અટકાયત કરવામાં આવી છે જે પણ કેશ કાઉન્ટિંગના કામ સાથે સીધો જોડાયેલો હતો.

ADVERTISEMENT
તપાસ એજન્સીઓના રડાર પર આ કર્મચારીઓ આવવાનું મુખ્ય કારણ તેમની લાઈફસ્ટાઈલ અને અચાનક વધેલી સંપત્તિ હતી. લવકુશ મિશ્રા અને અન્ય એક કર્મચારીને રામ મંદિર ટ્રસ્ટ તરફથી દર મહિને આશરે 18 હજારથી 20 હજાર રૂપિયા જેટલો જ માસિક પગાર મળતો હતો. પરંતુ, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે રામ મંદિરમાં નોકરી મળ્યાના ટૂંકા ગાળામાં જ એક કર્મચારીએ આશરે 1.5 કરોડ રૂપિયાની કિંમતી જમીન ખરીદી લીધી હતી, જ્યારે બીજા કર્મચારીએ પોતાના નામે આશરે 40 લાખ રૂપિયાનો પ્લોટ બુક કરાવ્યો હતો. સામાન્ય પગારદાર કર્મચારીઓ પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી, તેની ઊંડી તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
બીજી તરફ, લવકુશ મિશ્રાના પિતા બચ્ચુલાલે મીડિયા સમક્ષ પોતાના પુત્રનો બચાવ કર્યો છે અને તેને સંપૂર્ણપણે નિર્દોષ ગણાવ્યો છે. તેમણે સ્વીકાર્યું હતું કે તપાસ ટીમમાં 6 સભ્યો આવ્યા હતા અને ઘરમાંથી 10 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. જો કે, તેમણે દાવો કર્યો છે કે ફેઝાબાદમાં બની રહેલા નવા મકાન સાથે તેમના પુત્રના બેનામી નાણાંનો કોઈ સંબંધ નથી. મકાન બનાવવા માટે તેમણે પોતાની માલિકીની કૃષિ ભૂમિ (ખેતીની જમીન) ગીરો મૂકીને આ નાણાં મેળવ્યા હતા. સ્થાનીય ગ્રામીણોના મતે, મંદિરમાં નોકરી લાગ્યા બાદ લવકુશના પરિવારની આર્થિક સ્થિતિમાં રોકેટ ગતિએ મોટો બદલાવ આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આસામમાં એરફોર્સનું વિમાન ક્રેશ થતા પાયલટ સહિત 5 શહીદ, આગ લાગતા વિમાનના બે ટુકડા થયા
ADVERTISEMENT
આ મામલો હાઈ-પ્રોફાઈલ હોવાના કારણે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા પાછલા 5 દિવસમાં બીજી વખત અયોધ્યા પહોંચ્યા છે. જો કે, તેમણે આ નાણાકીય કૌભાંડ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે તેમની ભૂમિકા માત્ર મંદિર નિર્માણના કાર્યોની દેખરેખ રાખવા પૂરતી જ મર્યાદિત છે. ઉત્તર પ્રદેશ શાસન દ્વારા ગઠિત કરવામાં આવેલી આ વિશેષ તપાસ ટીમ (SIT) નું નેતૃત્વ લખનૌના કમિશનર આઇએએસ (IAS) વિજય વિશ્વાસ પંત કરી રહ્યા છે. આ હાઈ-લેવલ ટીમમાં આઈપીએસ (IPS) કિરણ એસ. અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના કડક આદેશ અનુસાર, આ ટીમે આગામી 7 દિવસની અંદર આ મામલાનો પ્રિલિમિનરી (પ્રાથમિક) રિપોર્ટ અને 15 દિવસની અંદર સંપૂર્ણ તપાસનો ફાઇનલ રિપોર્ટ સરકારને સોંપવાનો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.