બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'ધુરંધર 2' એ ઓટીટી પર મચાવી ધૂમ, RRR ને પછાડી બનાવ્યો મોટો રેકોર્ડ!

Dhurandhar 2 On OTT / 'ધુરંધર 2' એ ઓટીટી પર મચાવી ધૂમ, RRR ને પછાડી બનાવ્યો મોટો રેકોર્ડ!

Ajitsinh Jadeja

Last Updated: 11:54 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhurandhar 2 On OTT: આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2 ધ રીવેંજ' બોક્સ ઓફિસ પછી ઓટીટી પર ધૂમ મચાવી રહી છે. તેણે હવે રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRR ને પાછળ છોડી દીધી છે.

Dhurandhar 2 On OTT: આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2 ધ રીવેંજ' બોક્સ ઓફિસ પછી ઓટીટી પર ધૂમ મચાવી રહી છે. તેણે હવે રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRR ને પાછળ છોડી દીધી છે.

આદિત્ય ધરની જાસૂસી એક્શન થ્રિલર 'ધુરંધર 2 ધ રીવેંજ' એ બોક્સ ઓફિસ પર કમાલનું પ્રદર્શન કર્યું. તેણે એક પછી એક રેકોર્ડ તોડ્યા અને જ્યારે 7 જૂને ઓટીટી પર સ્ટ્રીમિંગ શરૂ થયું ત્યારે ફિલ્મે ત્યાં પણ રેકોર્ડ બનાવ્યો. દર્શકો વચ્ચે આ ફિલ્મ માટે જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે, લોકો તેને મોટી સંખ્યામાં જોઈ રહ્યા છે.

તાજેતરના રીપોર્ટસ અનુસાર રણવીર સિંહ અને સારા અર્જુનની ફિલ્મ "ધુરંધર 2 ધ રીવેંજ" ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. તેણે રામ ચરણની ફિલ્મ RRR ને પાછળ છોડી દીધી છે.

"ધુરંધર 2" ને OTT પર રેકોર્ડબ્રેક વ્યૂઝ મળ્યા!

કોઈમોઈમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ સત્તાવાર ડેટા સૂચવે છે કે "ધુરંધર 2 ધ રીવેંજ" ને તેના પ્રથમ અઠવાડિયામાં દર્શકો મળ્યા છે. તેને જિયો હોટસ્ટાર પર 50 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. કોઈપણ ફિલ્મ માટે આ એક મહત્વપૂર્ણ ઓટીટી ડેબ્યૂ છે. સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર. માધવન અભિનીત જેવા સ્ટારથી સજાયેલી "ધુરંધર 2" માટે ડેબ્યૂ વિક સારુ સાબિત થયુ છે.

"ધુરંધર 2" એ RRR ને પાછળ છોડી!

એટલું જ નહીં તાજેતરના રિપોર્ટસમાં જણાવાયું છે કે "ધુરંધર" નું રો અને અદ્રશ્ય વર્ઝન નેટફ્લિક્સ પર પણ ઉપલબ્ધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે કુલ ડિજિટલ વ્યૂઝની દ્રષ્ટિએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મ 70 મિલિયન વ્યૂઝ સુધી પહોંચી ગઈ છે.

તેમજ ઓટીટી પર અગાઉની સૌથી વધુ જોવાયેલી ફિલ્મ રામ ચરણ અને જુનિયર એનટીઆરની RRR હતી, જેને 50 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. એવામાં હવે રણવીર સિંહની ફિલ્મે તેને પાછળ છોડી દીધી છે.

VTV ADD

આ પણ વાંચોઃ મનોરંજન / કાલા હિરણ મૂવી પર પ્રતિબંધની માંગ, ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ સલમાન ખાન પહોંચ્યો કોર્ટ

'ધૂરંધર 2' એ 1800 કરોડથી વધુ કમાણી કરી

કોઈમોઈના મુજબ 19 માર્ચ 2026 ના થિયેટરમાં રિલીઝ થયેલી "ધૂરંધર 2" એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ₹1,850.85 કરોડની કમાણી કરી. ફિલ્મનું ભારતમાં ચોખ્ખું કલેક્શન ₹1,186.32 કરોડ રહ્યું. તેને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar 2 OTT Release Dhurandhar 2 Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ