ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કાલા હિરણ મૂવી પર પ્રતિબંધની માંગ, ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ સલમાન ખાન પહોંચ્યો કોર્ટ

મનોરંજન / કાલા હિરણ મૂવી પર પ્રતિબંધની માંગ, ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ સલમાન ખાન પહોંચ્યો કોર્ટ

Published By: Pravin Joshi

Last Updated: 06:13 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાને પોતાની ઈમેજ અને કાનૂની વ્યક્તિત્વ અધિકારોની સુરક્ષા માટે એક મોટું કાનૂની પગલું ભર્યું છે. અપકમિંગ ફિલ્મ ‘કાલા હિરણ: બેટલ ફોર લેગસી’નું ટીઝર રિલીઝ થતાં જ સલમાન ખાને દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

ADVERTISEMENT

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર હેડલાઈન્સમાં આવ્યા છે, પરંતુ આ વખતે કોઈ ફિલ્મ સાઈન કરવા માટે નહીં પરંતુ પોતાની પ્રતિષ્ઠાને બચાવવા માટે કાનૂની જંગ છેડવાના કારણે. સલમાન ખાને નવી જાહેર થયેલી ફિલ્મ ‘કાલા હિરણ: બેટલ ફોર લેગસી’ ના મેકર્સ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને ફિલ્મના નિર્માણ અને રિલીઝિંગ પર સદંતર પ્રતિબંધ મૂકવાની દાદ માંગી છે. એક્ટરની કાનૂની ટીમે દાવો કર્યો છે કે આ ફિલ્મ સલમાન ખાનના જીવનની સૌથી વિવાદાસ્પદ કાનૂની લડાઈ પર આધારિત છે અને તેનાથી તેમની સામાજિક ઈમેજને મોટું નુકસાન થઈ શકે છે.

salman-khan

દિલ્હી હાઈકોર્ટમાં દાખલ અરજીમાં સલમાને શું કહ્યું?

સલમાન ખાને દિલ્હી હાઈકોર્ટમાં સબમિટ કરેલી પોતાની સત્તાવાર ન્યાયિક અરજીમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે:

હૂબહૂ કલાકાર અને બ્રેસલેટનો દુરુપયોગ: અરજી અનુસાર, ફિલ્મના નિર્માતાઓએ જાણી જોઈને સલમાન ખાન જેવા જ દેખાતા હૂબહૂ ડુપ્લિકેટ કલાકારનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં, તે કલાકારને સલમાન ખાનની અસલી ઓળખ સમાન તેમનું પ્રખ્યાત વાદળી કલરનું લકી બ્રેસલેટ પણ પહેરાવવામાં આવ્યું છે.

પર્સનાલિટી રાઈટ્સનું ઉલ્લંઘન: મેકર્સ પોતાની ફિલ્મને સનસનાટીભરી બનાવવા અને પબ્લિસિટી મેળવવા માટે સીધા કે આડકતરી રીતે સલમાન ખાનના નામ, દેખાવ અને તેમની પર્સનાલિટીનો આશરો લઈ રહ્યા છે. સલમાનની લીગલ ટીમે જણાવ્યું કે આ એક્ટરના પબ્લિસિટી અને પર્સનાલિટી રાઈટ્સનું ખુલ્લું ઉલ્લંઘન છે, જેની પરવાનગી કાયદો આપતો નથી.

didha - 2026-06-12T173402.010

ચાલુ કોર્ટ કેસ પર ખરાબ અસર પડવાની ભીતિ

સલમાન ખાને કોર્ટ સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે કે આ ફિલ્મની રિલીઝ તેમના લોકપ્રિય અને જાહેર જીવનને તો નુકસાન પહોંચાડશે જ, પરંતુ સાથે-સાથે કોર્ટમાં તેમના વિરુદ્ધ ચાલી રહેલી કાનૂની કાર્યવાહીને પણ નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. આ જ આધાર પર તેમણે અપીલ કરી છે કે આ ફિલ્મનું થિયેટર રિલીઝ, સોશિયલ મીડિયા કે ટીવી પર પ્રમોશન, ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ અને તેને લગતી તમામ પ્રમોશનલ સામગ્રીઓ (પોસ્ટર, ટીઝર અને ટ્રેલર) પર તાત્કાલિક વચગાળાનો સ્ટે ઓર્ડર આપવામાં આવે. આ હાઈ-પ્રોફાઈલ કેસ પર દિલ્હી હાઈકોર્ટ બહુ જલ્દી સુનાવણી હાથ ધરે તેવી સંભાવjna છે.

અગાઉ મેકર્સને લીગલ નોટિસ પણ મોકલાઈ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના દરવાજા ખખડાવતા પહેલા સલમાન ખાનના વકીલો દ્વારા ફિલ્મના પ્રોડ્યુસર્સને એક કડક કાનૂની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં ફિલ્મના પ્રોડક્શન અને માર્કેટિંગને તાત્કાલિક રોકી દેવાની તાકીદ કરાઈ હતી.

વધુ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર આટલી મર્યાદામાં મળશે પેટ્રોલ-ડીઝલ

નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે વર્ષ 1998 નો કાલા હિરણ શિકાર મામલો હાલમાં પણ રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને તેના પર અંતિમ ન્યાયિક નિર્ણય આવવાનો બાકી છે. આવા સંજોગોમાં, કોઈ પણ પ્રાઇવેટ પ્રોડક્શન હાઉસ આ સંવેદનશીલ વિષય પર મનોરંજક કે સનસનાટીભરી ફિલ્મ બનાવી શકે નહીં. કાનૂની ટીમે તર્ક આપ્યો હતો કે મામલાને આવી રીતે પડદા પર રજૂ કરવાથી સલમાન ખાનના 'નિષ્પક્ષ અદાલતી સુનાવણીના અધિકાર' પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DelhiHighCourt KalaHaranMovie SalmanKhan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ