બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર આટલી મર્યાદામાં મળશે પેટ્રોલ-ડીઝલ

બિઝનેસ / કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર આટલી મર્યાદામાં મળશે પેટ્રોલ-ડીઝલ

Priykant Shrimali

Last Updated: 10:17 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Petrol Diesel Rules : સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ તાત્કાલિક નિયમો આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે, જાણો શું છે સમગ્ર મામલો ?

Petrol Diesel Rules : દેશમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક સ્તરે ઊભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિઓ વચ્ચે સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણ અને વિતરણ પર વધુ સખત નિયંત્રણ લાવવાનો નિર્ણય કર્યો છે.

નવા આદેશ મુજબ ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકો હવે સામાન્ય પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અથવા ડીઝલની જથ્થાબંધ ખરીદી કરી શકશે નહીં. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ તાત્કાલિક નિયમો આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં ઇંધણની જરૂરિયાત ધરાવતા ગ્રાહકોને તેમની જરૂરિયાતો જથ્થાબંધ વેચાણ કેન્દ્રો અથવા અધિકૃત સપ્લાય ચેનલ્સ મારફતે પૂરી કરવાની રહેશે.

તાજેતરના સમયમાં કેટલાક વિસ્તારોમાં ડીઝલની માંગમાં અસામાન્ય વધારો નોંધાયો હતો. બજારમાં જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત વધતા ઘણા ઔદ્યોગિક અને સંસ્થાકીય ગ્રાહકો સીધા પેટ્રોલ પંપ પરથી જ ઇંધણ ખરીદવા લાગ્યા હતા. પરિણામે સામાન્ય ગ્રાહકો માટે ઉપલબ્ધ ઇંધણના જથ્થા પર અસર પડવાની શક્યતા ઊભી થઈ હતી.

સરકારનું માનવું છે કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઇંધણના પુરવઠા પર વધારાનું દબાણ ઊભું થઈ શકે છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન, શિપિંગ વ્યવસ્થા અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા પર અસર થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકોને ઇંધણની અછતનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : શું ખરેખર સંકટમાં છે ગ્લોબલ ઇકોનોમી! વર્લ્ડ બેંકનું એલર્ટ

નવી માર્ગદર્શિકા મુજબ પેટ્રોલ પંપો પર ડીઝલનું વેચાણ માત્ર માન્ય વાહનો અથવા મંજૂર કરાયેલા કન્ટેનરો સુધી જ મર્યાદિત રહેશે. સાથે જ ગ્રાહક અથવા વાહન દીઠ દરરોજ મહત્તમ 200 લિટર સુધી ઇંધણ ખરીદીની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ પગલાથી સંગ્રહખોરી અને અનિયંત્રિત ખરીદી પર રોક લાગશે તેમજ સામાન્ય લોકો માટે ઇંધણની સતત ઉપલબ્ધતા જળવાઈ રહેશે. ઊર્જા સુરક્ષા અને પુરવઠાની સ્થિરતા જાળવવાના હેતુથી લેવામાં આવેલો આ નિર્ણય આગામી દિવસોમાં દેશના ઇંધણ બજાર પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ આગળના નિર્ણયો પણ લઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Diesel Rules Bulk Fuel Buyers Fuel Purchase Restrictions
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ