બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ખેડૂતોને તાર ફેન્સિંગ માટે મળતી સહાયની શરતોમાં ફેરફાર, સુધારેલી માર્ગદર્શિકા જાહેર

નિર્ણય / ખેડૂતોને તાર ફેન્સિંગ માટે મળતી સહાયની શરતોમાં ફેરફાર, સુધારેલી માર્ગદર્શિકા જાહેર

Priykant Shrimali

Last Updated: 02:08 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Tar Fencing Scheme : તાર ફેન્સિંગ સહાય યોજનામાં રાજ્ય સરકારનો મોટો ફેરફાર, હવે માત્ર 1 હેક્ટર વિસ્તાર માટે જ મળશે લાભ

Gujarat Tar Fencing Scheme : ગુજરાતના ખેડૂતોને પાકને રખડતા પશુઓ તેમજ જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રાખવા માટે અમલમાં રહેલી તાર ફેન્સિંગ સહાય યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના કારણે સહાય મેળવવાના નિયમોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો અમલમાં આવશે.

શું છે નવી જોગવાઈ ?

નવી જોગવાઈ મુજબ હવે તાર ફેન્સિંગ યોજના હેઠળ સહાય મેળવવા માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય ગણાશે. અગાઉ ખેડૂતો 2 હેક્ટર સુધીના વિસ્તાર માટે ક્લસ્ટર બનાવી સહાય મેળવવા પાત્ર હતા, પરંતુ તાજેતરના સુધારા બાદ આ મર્યાદા ઘટાડવામાં આવી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ખેડૂતોને તાર ફેન્સિંગ માટે રનિંગ મીટર દીઠ રૂ. 300 અથવા કુલ ખર્ચના 40 ટકા પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય આપવામાં આવશે. આ નિર્ણયનો હેતુ વધુ ખેડૂતો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : દાણાપીઠ કચેરીથી લઇને CM કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, લેવાયો આ નિર્ણય

મહત્વની બાબત એ છે કે, હવે જૂના તારના વાડના સમારકામ અથવા મરામત માટે કોઈ સહાય આપવામાં આવશે નહીં. યોજના હેઠળ માત્ર નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે જ આર્થિક સહાય ઉપલબ્ધ રહેશે. એટલે કે ખેડૂતોને નવી વાડ ઊભી કરવા માટે જ સરકારની સહાયનો લાભ મળશે. રાજ્ય સરકારના આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ ખેતી પાકને નુકસાન પહોંચાડતા રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષા પૂરી પાડવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Tar Fencing Scheme Farmer Subsidy Gujarat Crop Protection Scheme
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ