બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / જોયું આલિયા ભટ્ટનું Alpha ટીઝર? ખતરનાક મિશનને અંજામ આપશે આ બાપ-દીકરીની જોડી
Last Updated: 02:15 PM, 10 June 2026
જ્યારે ખૂબ જ અપેક્ષિત હિન્દી ફિલ્મોની ચર્ચા થાય છે, ત્યારે અભિનેત્રી આલિયા ભટ્ટની સ્પાય થ્રિલર આલ્ફા ચોક્કસપણે યાદીમાં સ્થાન ધરાવે છે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચાનો વિષય બની રહી છે, અને તાજેતરમાં સમાચાર આવ્યા છે કે નિર્માતાઓ ટૂંક સમયમાં તેનું ટીઝર રિલીઝ કરવા માટે તૈયાર છે.
ADVERTISEMENT
આ આધાર પર યશ રાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ આલ્ફાનું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં આલિયા ભટ્ટ અને બોબી દેઓલની ઝલક જોવા મળે છે. જુઓ ટીઝર
Alpha | The First Kill ❗️ pic.twitter.com/IoGCnYlPSL
— Yash Raj Films (@yrf) June 10, 2026
ADVERTISEMENT
રિલીઝ થયુ આલ્ફાનું ટીઝર
આલ્ફાના ટીઝરની રિલીઝ તારીખ 10 જૂન નક્કી કરવામાં આવી હતી. તે મુજબ, મેકર્સે યશ રાજ ફિલ્મ્સના X હેન્ડલ પર "ફર્સ્ટ કિલ" નામનું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આલિયા ભટ્ટ આલ્ફામાં અભિનેતા બોબી દેઓલની પુત્રીની ભૂમિકા ભજવી રહી છે.
ADVERTISEMENT
તેઓ તેને જાસૂસ બનાવવા માંગે છે અને તેની પાસેથી એક ખતરનાક ગુપ્ત મિશન કરાવવા માંગે છે. ટીઝરમાં આલિયાનો એક્શનથી ભરપૂર અવતાર લોકોનું ધ્યાન ખેંચે છે, જેનાથી ચાહકોનો ઉત્સાહ વધુ વધી જાય છે. હાલ પૂરતું આલ્ફા ટીઝર ફક્ત બોબી અને આલિયા પર જ કેન્દ્રિત છે.

ADVERTISEMENT
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નિર્માતાઓ અન્ય પાત્રો માટે પણ ખાસ ટીઝર રિલીઝ કરશે. કુલ મળીને આલ્ફા માટેનું આ લેટેસ્ટ ટીઝર શાનદાર છે, અને તેને જોઈને ફિલ્મ ફેન્સમાં ફિલ્મ પ્રત્યે ઉત્સાહ વધી ગયો છે. નોંધનીય છે કે, આલ્ફાના નિર્માતા આદિત્ય ચોપરા છે અને દિગ્દર્શન શિવ રવૈલ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ પોતાનાથી 12 વર્ષ મોટા એક્ટરને જ્હાન્વીએ કર્યું Liplock, 'Peddi'નો રોમેન્ટિક સીન વાયરલ
ADVERTISEMENT
બદલાઇ ગઇ આલ્ફાની રિલીઝ ડેટ
પહેલા મેકર્સે આલ્ફાની રિલીઝ ડેટ 10 જુલાઈ, 2026 જાહેર કરી હતી. જોકે, ટીઝર રિલીઝ થયા પછી, તારીખ બદલી દેવામાં આવી છે, અને આ સ્પાઇ થ્રિલર હવે 3 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નોંધનીય છે કે, આલિયા ભટ્ટ અને બોબી દેઓલની સાથે, અભિનેતા અનિલ કપૂર અને શર્વરી વાઘ પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.