ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતનું આ શહેર બનશે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું કેન્દ્ર! જાણો શું થશે ફાયદા?

ટેક્નોલોજી / ગુજરાતનું આ શહેર બનશે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું કેન્દ્ર! જાણો શું થશે ફાયદા?

Published By: Nirav Kumar

Last Updated: 01:05 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને Metaએ પાર્ટનરશીપ કરી છે. આ પાર્ટનરશીપ હેઠળ જામનગરમાં AI-અનેબલ્ડ ડેટા સેન્ટર બનાવવામાં આવશે. આ ડેટા સેન્ટર આગામી બે વર્ષમાં બનીને તૈયાર થશે

ADVERTISEMENT

Metaએ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગુજરાતના જામનગરમાં AI-અનેબલ્ડ ડેટા સેન્ટર બનાવવા માટે પાર્ટનરશીપ કરી છે. રિલાયન્સે આ પ્રોજેક્ટની ડીટેલ NBT ટેક સાથે શેર કરી છે. રિલાયન્સ જામનગરમાં 168MW ડેટા સેન્ટર બનાવશે. જેને આગામી બે વર્ષમાં પૂરૂ કરવાનો ટાર્ગેટ છે. તેની ક્ષમતા જરૂર મુજબ વધારી પણ શકાશે.

રિલાયન્સ ડેટા સેન્ટર માટે ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, પાવર અને એસેન્શીયલ સર્વિસનું સંચાલન, રિન્યુએબલ એનર્જી સપ્લાય, નેટવર્ક કનેક્ટિવિટી અને ઓપરેશનલ સર્વિસ આપશે. મતલબ કે, રિલાયન્સ Metaના એન્ડ-ટુ-એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર તરીકે સર્વિસ આપશે.

  • Metaની જરૂરિયાતો અનુસાર ડિઝાઇન

દેશમાં આ પહેલીવાર બનશે જ્યારે Metaનું નવું ડેટા સેન્ટર બનાવવામાં આવશે, જે તેની જરૂરિયાતો અને સ્પેસિફિકેશનના અનુરૂપ હશે. આ ડેટા સેન્ટર Metaની અમુક જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે. તે Metaના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મુખ્ય વ્યવસાય અને મોટા પાયે કમ્પ્યુટિંગ જરૂરિયાતોને મદદ કરશે.

vtv hiring 2
  • ગુજરાતમાં ડેટા સેન્ટરના લાભ

ગુજરાતમાં જામનગર એક સ્ટ્રેટેજિક સ્થાન છે. તે રિન્યુએબલ એનર્જી, પાણીની ઉપલબ્ધતા, જિયોનું મોટું ફાઇબર નેટવર્ક અને પશ્ચિમ કિનારા પર સમુદ્રતટ પર ઇન્ટરનેટ કેબલ લેન્ડિંગ સ્ટેશનોની નિકટતા સહિત અનેક લાભ આપશે. આ ડેટા સેન્ટર રિન્યુએબલ એનર્જી દ્વારા સંચાલિત થશે અને ઠંડક માટે ટ્રીટેડ દરિયાઈ પાણીનો ઉપયોગ કરશે.

આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, Metaસાથેની આ પાર્ટનરશીપ ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મોટો મોકો રજૂ કરશે. રિલાયન્સ વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રતિબદ્ધ છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ગ્લોબલ લેવલે AI નવીનતાની આગામી જનરેશનને પાવર આપશે. તેમને જણાવ્યું હતું કે, જામનગર હાઇપરસ્કેલ AI કમ્પ્યુટિંગ માટે એક મુખ્ય સેન્ટર બનશે.

વધુ વાંચો : ગુજરાત સરકારના કર્મીઓ માટે નાણા વિભાગનો નવો પરિપત્ર જાહેર, લેવાયો મોટો નિર્ણય

  • માર્ક ઝુકરબર્ગે શું કહ્યું ?

Metaના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ અંગે જણાવ્યું હતું કે, કંપની રિલાયન્સ સાથે ભારતમાં તેનું પ્રથમ AI-અનેબલ્ડ ડેટા સેન્ટર બનાવવાને લઇ ઉત્સાહિત છે. તેમને કહ્યું કે, જામનગરમાં આ વર્લ્ડ ક્લાસ સુવિધા Metaને વૈશ્વિક સ્તરે તેની AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓને વિસ્તૃત કરવામાં અને ભારતીય અર્થતંત્રમાં Metaના લાંબા ગાળાના રોકાણને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mark Zuckerberg AI Data Center Reliance Industries

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ