બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત સરકારના કર્મીઓ માટે નાણા વિભાગનો નવો પરિપત્ર જાહેર, લેવાયો મોટો નિર્ણય

ગાંધીનગર / ગુજરાત સરકારના કર્મીઓ માટે નાણા વિભાગનો નવો પરિપત્ર જાહેર, લેવાયો મોટો નિર્ણય

Priykant Shrimali

Last Updated: 12:14 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Government Employees : ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત, જૂથ વીમા યોજનાની બચત રકમને લઈ લેવાયો મોટો નિર્ણય, જાણો શું ?

Government Employees : ગુજરાત સરકારના કર્મચારીઓ માટે રાહત અને લાભદાયી સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં નાણા વિભાગ દ્વારા જૂથ વીમા યોજના-1981 હેઠળ બચત ફંડ અને વીમા રકમની ચુકવણી અંગે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી નિવૃત્ત થતા તેમજ સેવા દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનોને આર્થિક રીતે વધુ લાભ મળશે.

આવો જાણીએ એવું તે શું છે પરિપત્રમાં ?

આ નવા પરિપત્ર મુજબ 1 એપ્રિલ, 2026થી 30 જૂન, 2026 દરમિયાન નિવૃત્ત થયેલા અથવા અવસાન પામેલા રાજ્ય સરકારના કર્મચારીઓને તેમની બચત ફંડની રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવશે. સરકાર દ્વારા બચત ફંડ પર 7.1 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે, જેના આધારે ચુકવણી કરવામાં આવશે.

બચત ફંડની ચુકવણી માટે અલગ-અલગ દરો જાહેર

નાણા વિભાગે કર્મચારીઓના વિવિધ જૂથોને ધ્યાનમાં રાખીને બચત ફંડની ચુકવણી માટે અલગ-અલગ દરો પણ જાહેર કર્યા છે. જેના કારણે કર્મચારીઓને તેમના વર્ગ અનુસાર યોગ્ય લાભ મળી શકશે. ખાસ કરીને નિવૃત્તિ સમયે મળનારી રકમમાં વ્યાજનો સમાવેશ થતાં કર્મચારીઓને વધારાનો નાણાકીય લાભ પ્રાપ્ત થશે.

VTV ADD

આ પણ વાંચો : આજવા સરોવર તળિયાઝાટક થતાં તંત્ર પહોંચ્યું નર્મદા નિગમના શરણે, લીધો મોટો નિર્ણય

આ નિર્ણયનો મુખ્ય હેતુ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને વધુ આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ અને સંસ્થાઓને પરિપત્રના અમલીકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Group Insurance Scheme 1981 Savings Fund Payment Gujarat Government Employees
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ