બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / આજવા સરોવર તળિયાઝાટક થતાં તંત્ર પહોંચ્યું નર્મદા નિગમના શરણે, લીધો મોટો નિર્ણય

વડોદરા / આજવા સરોવર તળિયાઝાટક થતાં તંત્ર પહોંચ્યું નર્મદા નિગમના શરણે, લીધો મોટો નિર્ણય

Priykant Shrimali

Last Updated: 11:10 AM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Water Crisis : ઉનાળાની આકરી ગરમી વચ્ચે પાણીનો વપરાશ સતત વધ્યો છે, જ્યારે આજવા સરોવરમાં નવા પાણીની આવક ન થતાં જળસંગ્રહ ચિંતાજનક સપાટીએ...

Vadodara Water Crisis : સંસ્કારી નગરી વડોદરાથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વડોદરામાં પાણીને લઈ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. વિગતો મુજબ શહેરની મુખ્ય જળસંપત્તિ ગણાતું આજવા સરોવર ઝડપથી ખાલી થતું જતાં પાણીની ઉપલબ્ધતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. ઉનાળાની લાંબી અને આકરી ગરમી વચ્ચે પાણીનો વપરાશ સતત વધ્યો છે, જ્યારે સરોવરમાં નવા પાણીની આવક ન થતાં જળસંગ્રહ ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે.

વડોદરા શહેરની લાખો વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરની સ્થિતિ છેલ્લા કેટલાક અઠવાડિયાથી વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બની રહી હતી. ઉપલબ્ધ આંકડાઓ મુજબ સરોવરની જળસપાટી ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછી થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં પાણી પુરવઠો જાળવવો પડકારરૂપ બન્યો છે.

પાલિકા એક્શનમાં આવી અને...

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં શહેરમાં પાણીની અછત સર્જાય તે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. અંતે નર્મદા નદી આધારિત જળસ્રોતનો સહારો લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તંત્ર પહોંચ્યું નર્મદા નિગમના શરણે

પાલિકાના આયોજન મુજબ આગામી એક મહિના સુધી નર્મદા નિગમ પાસેથી વધારાનું પાણી મેળવવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થાય ત્યાં સુધી શહેરના કોઈપણ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાય નહીં અને નાગરિકોને નિયમિત પુરવઠો મળી રહે. આ પાણી ખરીદવાની યોજના માટે અંદાજે 29 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. મહાનગરપાલિકા માટે આ મોટો આર્થિક બોજ ગણાય છે, પરંતુ પાણી જેવી મૂળભૂત જરૂરિયાતને પ્રાથમિકતા આપીને આ ખર્ચ સ્વીકારવામાં આવ્યો છે. તંત્રનું માનવું છે કે, સમયસર લેવાયેલો આ નિર્ણય શહેરને સંભવિત જળસંકટમાંથી બચાવી શકે છે.

આ પણ વાંચો : આખરે ચોમાસાએ પકડી રફ્તાર, આજેય અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ

તો શું આ કારણે ઊભું થયું જળસંકટ ?

એક રીતે જોઈએ તો જળસંગ્રહમાં ઘટાડાનું એક મુખ્ય કારણ ઉનાળા દરમિયાન વધેલો વપરાશ છે. ગરમીના દિવસોમાં ઘરગથ્થુ તેમજ વ્યાવસાયિક ઉપયોગ માટે પાણીની માંગ વધી જાય છે. બીજી તરફ વરસાદ મોડો પડતા અને ઉપરવાસમાંથી પૂરતું પાણી ન મળતા આજવા સરોવરના જથ્થામાં સતત ઘટાડો નોંધાયો છે. શહેરમાં પાણી પુરવઠો યથાવત રાખવા માટે તંત્ર દ્વારા વિવિધ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. પાણી વિતરણ વ્યવસ્થાની સતત સમીક્ષા સાથે જરૂરિયાત મુજબ વધારાના સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ પાણીના સંગ્રહ અને વિતરણમાં બગાડ અટકાવવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajwa Lake Water Shortage Vadodara Water Crisis
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ