બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:03 PM, 11 June 2026
મેરિટ્રોનિક્સ લિમિટેડના શેર માર્કેટમાં જોરદાર તેજી સાથે ઉછાળો લાવી રહ્યા છે. તેના લિસ્ટિંગ બાદ આ મેરિટ્રોનિક્સ શેર સતત ચોથા દિવસે અપર સર્કિટમાં રહ્યા છે. ગુરુવારે કંપનીના શેર 5 ટકા વધીને 344.05 રૂપિયા પર પહોંચ્યા હતા. મેરિટ્રોનિક્સ લિમિટેડના શેર 8 જૂન સોમવારના રોજ લિસ્ટ થયા હતા. કંપનીના IPO ભાવ 149 રૂપિયા હતા. IPO ભાવની તુલનામાં મેરિટ્રોનિક્સ લિમિટેડના શેર માત્ર ચાર દિવસમાં 130 ટકાથી વધુ ઉછળ્યા છે. કંપનીનો IPO 1 જૂનના રોજ ખુલ્યો અને 3 જૂન સુધી ખુલ્લો રહ્યો હતો.
ADVERTISEMENT
મેરિટ્રોનિક્સ લિમિટેડના શેર 8 જૂનના રોજ 283.10 રૂપિયા પર લિસ્ટ થયા હતા. જે 90 ટકા પ્રીમિયમ હતું. લિસ્ટિંગના દિવસે કંપનીના શેર 5 ટકા અપર સર્કિટ પર પહોંચ્યા હતા જે 297.25 રૂપિયા પર પહોંચ્યા હતા. ત્યારથી મેરિટ્રોનિક્સ લિમિટેડના શેર છેલ્લા ત્રણ દિવસથી 5 ટકાની ઉપલા સર્કિટમાં છે. કંપનીનો IPOની સાઈઝ 70 કરોડ રૂપિયા હતી.
ADVERTISEMENT
IPOમાંથી ભેગા કરાયેલ રકમનો ઉપયોગ મશીનરી અને સાધનો ખરીદવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા, દેવાની ચુકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. જેમાં દહેજ યેસુદાસ, દહેજ અમરનાથ, વનજા ડી, ડોર્સી કેતન ચંદ્રા અને દહેજ થમન કંપનીના પ્રમોટર છે. કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો જે IPO પહેલા 85.17 ટકા હતો તે હવે ઘટીને 62.28 ટકા થઈ ગયો છે.

ADVERTISEMENT
મેરિટ્રોનિક્સ લિમિટેડનો IPO કુલ 315.36 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં રિટેલ રોકાણકાર ક્વોટા: 297.67 ગણો, NII કેટેગરી 476.59 ગણો અને QIB ક્વોટા 224.91 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. સામાન્ય રોકાણકારો કંપનીના IPOમાં માત્ર બે લોટ માટે બોલી લગાવી શક્યા હતા. 2 લોટમાં 2000 શેર હતા, જેના માટે સામાન્ય રોકાણકારોએ 2,98,000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
મેર્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના ઓક્ટોબર 1988 માં થઇ હતી. તે એક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) કંપની છે. આ કંપની ડીફેન્સ, એરોસ્પેસ, ટેલિકોમ અને ઇન્ડસ્ટ્રિઅલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રિઝ માટે હાઈ રીલોયબિલીટી, મિશન - ક્રીટીકલ ઇલેક્ટ્રોનિક એસેમ્બલી બનાવે છે. તે કમ્પોનન્ટ સોર્સિંગ, PCB એસેમ્બલી, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ટેસ્ટિંગ, બોક્સ-બિલ્ડિંગ અને ફિનિશ્ડ ઇલેક્ટ્રોનિક્સની ડિલિવરી જેવી B2B સર્વિસ આપે છે. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં કંપનીના ઉત્પાદન યુનિટમાં SMT એસેમ્બલી માટે 765,000 બોર્ડ અને THT એસેમ્બલી માટે 600,000 બોર્ડની કેપેસીટી હતી.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.