બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખેડૂતોને છેતરતા લોકો સીધા જેલભેગા થશે, બિયારણમાં ગેરરીતિ કરનારાને જીતુ વાઘાણીની ચેતવણી
Last Updated: 12:15 PM, 11 June 2026
Gujarat Seed fraud : ગુજરાતમાં ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકાર વધુ સખત વલણ અપનાવી રહી છે. વાસ્તવમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેપારમાં ગેરરીતિ કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડતા તત્વો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિઓ, વેપારીઓ કે સંસ્થાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને જરૂરી હોય ત્યાં સીધા જ કાયદાકીય કાર્યવાહી કરીને જેલભેગા કરવામાં આવશે.
ADVERTISEMENT
રાજ્યના કૃષિ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રાજ્યભરમાં વ્યાપક ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિભાગની 85 વિશેષ ટીમોએ વિવિધ જિલ્લાઓમાં ઉત્પાદકો, વિક્રેતાઓ અને સંકળાયેલી સંસ્થાઓની તપાસ કરી હતી. આ અભિયાન દરમિયાન કુલ 3,526 ઉત્પાદકો અને વિક્રેતાઓની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવતા છેલ્લા ત્રણ મહિનામાં જ 54 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બે કેસોમાં સીધી ફરિયાદ નોંધાવાઈ છે. વર્ષ 2025 દરમિયાન પણ વિભાગે નોંધપાત્ર કાર્યવાહી કરતા 246 લાયસન્સ રદ કર્યા હતા અને 26 વ્યક્તિઓ સામે કાનૂની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

ખાસ કરીને ટેક્નિકલ ગ્રેડ યુરિયાના ગેરકાયદે ઉપયોગને લઈને પણ વિભાગ સતર્ક બન્યો છે. આવા 74 એકમોની તપાસ દરમિયાન 1,060 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તપાસ દરમિયાન ખાતરના 42, બિયારણના 6 અને જંતુનાશક દવાના 6 મળી કુલ 56 લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO : 'ગેટ આઉટ, ગેટ આઉટ' ઘાટલોડિયાની IDP સ્કૂલને 'પાવર ચડ્યો'વાલીનું અપમાન કર્યું
શું કહ્યું જીતુ વાઘાણીએ ?
ADVERTISEMENT
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની મહેનત અને વિશ્વાસ સાથે કોઈ પણ પ્રકારનો ખેલખલેલ ચલાવી લેવામાં આવશે નહીં. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને કૃષિ સામગ્રી મળી રહે તે માટે સરકાર સતત દેખરેખ રાખી રહી છે. ગેરરીતિમાં સંડોવાયેલા તત્વો સામે પીબીએમ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.