બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ફૂટબોલ પ્રેમીઓ માટે ખુશખબર! 40 દિવસ સુધી 48 દેશો વચ્ચે જામશે વર્લ્ડ કપ ફૂટબોલનો મહાજંગ

Fifa World Cup 2026 / ફૂટબોલ પ્રેમીઓ માટે ખુશખબર! 40 દિવસ સુધી 48 દેશો વચ્ચે જામશે વર્લ્ડ કપ ફૂટબોલનો મહાજંગ

Bijal Vyas

Last Updated: 10:17 AM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી ફૂટબોલના મહાકુંભ એટલે કે 'ફિફા' વર્લ્ડ કપ 2026નો પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપનું આયોજન સંયુક્ત રીતે ત્રણ દેશો-અમેરિકા, મેક્સિકો અને કેનેડા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આજથી ફૂટબોલના મહાકુંભ એટલે કે 'ફિફા' વર્લ્ડ કપ 2026નો પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપનું આયોજન સંયુક્ત રીતે ત્રણ દેશો-અમેરિકા, મેક્સિકો અને કેનેડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. કુલ 16 જુદા-જુદા શહેરો આ મેચોની યજમાની કરશે.આ ટુર્નામેન્ટની શરૂઆત મેક્સિકોના ઐતિહાસિક મેક્સિકો સિટી સ્ટેડિયમ (એઝટેકા) ખાતે મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચેના મુકાબલાથી થશે.

ઉદ્ધાટન સમારંભ ભારતીય સમય પ્રમાણે રાત્રે 11.00 વાગ્યાથી થશે અને તે પછી મધરાતે 12.30 થી મેચ રમાશે આ સ્ટેડિયમ ઇતિહાસમાં ત્રીજી વખત વર્લ્ડ કપની ઓપનિંગ મેચનું સાક્ષી બનશે. ઓપનિંગ સેરેમનીમાં શકીરા અને બર્ના બોય જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો પોતાના પર્ફોર્મન્સથી ધમાકો કરવા તૈયાર છે. આ વખતે વર્લ્ડકપમાં મોટો બદલાવ જોવા મળશે.

fifa-wc.jpg

અત્યાર સુધી માત્ર 32 ટીમો જ આમાં ભાગ લેતી હતી, પરંતુ આ વર્ષથી આ સંખ્યા વધારીને 48 દેશો કરવામાં આવી છે. આ વિસ્તરણને કારણે વિશ્વભરના વધુ દેશોને આ પ્રતિષ્ઠિત મંચ પર પોતાની તાકાત બતાવવાની તક મળી છે. ઉલ્લેખનીય છે કે, 48 ટીમોના આગમન સાથે ટૂર્નામેન્ટનું ફોર્મેટ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે :

  • ગ્રુપ સ્ટેજ : તમામ 48 ટીમોને 12 ગ્રુપમાં (દરેક ગ્રુપમાં 4 ટીમ) વહેંચવામાં આવી છે.
  • નોકઆઉટ લાયકાત : દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો અને તમામ ગ્રુપની 8 સર્વશ્રેષ્ઠ ત્રીજા ક્રમે રહેલી ટીમો આગળ વધશે.
  • નવો રાઉન્ડ :આ વખતે નોકઆઉટ સ્ટેજમાં એક નવો 'રાઉન્ડ ઓફ ૩૨' ઉમેરવામાં આવ્યો છે.
  • કુલ મેચો : વિજેતા બનવા માટે કોઈપણ ટીમે અગાઉની ૭ મેચોના બદલે હવે કુલ 8 મેચો રમવી પડશે. આખી ટૂર્નામેન્ટ દરમિયાન રેકોર્ડબ્રેક 104 મેચો રમાશે.

ઘણા દિગ્ગજો આ વર્લ્ડ કપમાં કદાચ પોતાની છેલ્લી અને યુવા ખેલાડીઓ પોતાની પ્રથમ પ્રતિભા બતાવવા મેદાનમાં ઉતરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાના આ જાદુઈ ખેલાડી પર ફરી એકવાર આખા વિશ્વની નજર રહેશે.

આ ઉપરાંત ફૂટબોલ ઇતિહાસના મહાન ગોલસ્કોરર પોતાના અદભુત ફોર્મ સાથે પોર્ટુગલને ટ્રોફી અપાવવા માટે એડીચોટીનું જોર લગાવશે. પોતાની અસાધારણ સ્પીડ અને ગોલ કરવાની ક્ષમતા માટે જાણીતો એમબાપ્પે ફ્રાન્સનો મુખ્ય આધાર રહેશે.

Football

આ યુવા સિતારાઓ હાલમાં શાનદાર ફાર્મમાં છે અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે ઉત્સુક છે. વિશ્લેષકો અને સટ્ટા બજારના અંદાજ મુજબ સ્પેન હાલના ફોર્મ અને ટીમ કમ્બિનેશનને જોતાં સ્પેનની જીતવાની સંભાવના સૌથી વધુ માનવામાં આવી રહી છે.

2018ના ચેમ્પિયન અને ૨૦૨૨ના રનર્સ-અપ ફ્રાન્સ પાસે પણ અત્યંત મજબૂત અને અનુભવી સ્ક્વોડ છે. સ્ટાર ખેલાડીઓથી સજ્જ ઇંગ્લેન્ડની ટીમ આ વખતે ઈતિહાસ રચવા માટે પ્રબળ દાવેદાર છે તેમ માનનારો વર્ગ પણ છે.

બ્રાઝીલ અને આર્જેન્ટિના દક્ષિણ અમેરિકાના આ બંને જાયન્ટ્ છે. તેઓની ક્ષમતા પણ ક્યારેય ઓછી ન આંકી શકાય. મેસ્સીની આર્જેન્ટિનાના પોતાનું ટાઇટલ બચાવવા માટે અને બ્ર્રાઝિલ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માટે મેદાને જંગમાં ઉતરશે.

આ પણ વાંચોઃ ઇંગ્લિશ ક્રિકેટમાં મોટો ભૂકંપ: નાઇટ ક્લબ વિવાદમાં બેન સ્ટોક્સ સસ્પેન્ડ

નોંધનીય છે કે, આ વર્લ્ડ કપ અંદાજે 40 દિવસ સુધી ચાલશે અને ટૂર્નામેન્ટની ભવ્ય આખરી ફાઇનલ 19 જુલાઈ, 2026 ના રોજ ન્યૂયોર્ક ન્યૂજર્સીના સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર રમાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fifa World Cup 2026 sports football Match between 48 countries
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ