બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:30 PM, 6 June 2026
અમેરિકામાં H-1B વિઝાને લઈને એક મોટો રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. રિપબ્લિકન કોંગ્રેસમેન ચિપ રોયે યુએસ કોંગ્રેસમાં એક નવું બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝા સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફારોની માંગ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ પર સૌથી વધુ અસર કરી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો આ વિઝાનો ઉપયોગ કરીને IT અને ટેકનોલોજી ક્ષેત્રો માટે અમેરિકાની મુસાફરી કરે છે. આ બિલમાં H-1B વિઝાથી ગ્રીન કાર્ડ સુધીના માર્ગને દૂર કરવા, વિઝાની અવધિ ઘટાડવા અને વિદેશી વિદ્યાર્થીઓને કામ કરવાની મંજૂરી આપતા OPT પ્રોગ્રામને બંધ કરવા જેવા મુખ્ય પ્રસ્તાવો સામેલ છે.
ADVERTISEMENT
એચ-1 બી વિઝાને લઇ નવો પ્રસ્તાવ શું છે?
રિપબ્લિકન સાંસદ ચિપ રોયે "અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ" નામનું બિલ રજૂ કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે છેલ્લા ચાર દાયકાથી H-1B વિઝા સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમના મતે, અમેરિકન કંપનીઓ ઓછા વેતન પર વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખીને અમેરિકન ટેક કામદારોને બાજુ પર મૂકી રહી છે. બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે વિઝા સિસ્ટમ યોગ્યતા પર આધારિત હોવી જોઈએ - ખાસ કરીને, લાયકાત અને ઉચ્ચ વેતન પર. હાલમાં, H-1B વિઝા લોટરી સિસ્ટમ દ્વારા ફાળવવામાં આવે છે.
ADVERTISEMENT

ગ્રીન કાર્ડ અને ઓટીપી પર શું અસર પડશે?
ADVERTISEMENT
આ બિલમાં સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવ H-1B વિઝા ધારકો માટે ગ્રીન કાર્ડનો રસ્તો અસરકારક રીતે બંધ કરવાનો છે. અત્યાર સુધી H-1B વિઝા પર કામ કરતા વ્યક્તિઓ યુએસમાં કાયમી રહેઠાણ અથવા ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકતા હતા. જોકે, નવા પ્રસ્તાવમાં "ડ્યૂલ ઇન્ટેન્ટ" નીતિને ખતમ કરવાની માંગ કરવામાં આવી છે. બીજા રીતે કહીએ તો, વિઝા ધારકે સાબિત કરવું પડશે કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી ધોરણે સ્થાયી થવાનો ઇરાદો ધરાવતા નથી. વધુમાં OPT પ્રોગ્રામને નાબૂદ કરવાનો પ્રસ્તાવ છે, જે વિદેશી વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મર્યાદિત સમયગાળા માટે કામ કરવાની મંજૂરી આપે છે. આનાથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થઈ શકે છે.
વિઝા અવધિ અને ફીમાં શું બદલાવ થશે?
ADVERTISEMENT
પ્રસ્તાવિત કાયદા હેઠળ H-1B વિઝાની મહત્તમ અવધિ છ વર્ષથી ઘટાડીને ફક્ત બે વર્ષ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે હવે લોટરી સિસ્ટમને બદલે, વધુ પગાર આપતી કંપનીઓને પ્રાથમિકતા આપી શકાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કાનૂની ઇમિગ્રેશન કાર્યક્રમો અંગેના નિયમો પહેલાથી જ કડક કરી દીધા છે. નવી H-1B અરજીઓ પર 1 લાખ ડોલક સુધીની ફી લગાવવામાં અને કડક નિયમો લાગુ કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. આ બિલને અમેરિકન ટેક વર્કર્સ અને ચોક્કસ ઇમિગ્રેશન-સંબંધિત સંગઠનોનો પણ ટેકો મળ્યો છે.

ADVERTISEMENT
ભારતીય વ્યવસાયિકો અને છાત્રો પર શું અસર થશે?
ભારત એવા દેશોમાંનો એક છે જ્યાંથી સૌથી વધુ લોકો H-1B વિઝા પર અમેરિકા જાય છે. IT, એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રોમાં કામ કરતા હજારો ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ આ સિસ્ટમ પર આધાર રાખે છે. જો આ બિલ આગળ વધે તો ભારતીય યુવાનો માટે અમેરિકામાં રોજગાર અને કાયમી વસાહતનો માર્ગ મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે વિદેશમાં ભણવાનું સપનું પૂરું થશે! સરકાર આપી રહી છે આ ફેસિલિટી, જાણો યોગ્યતા
જોકે આ હાલમાં ફક્ત એક પ્રસ્તાવિત કાયદો છે અને તેને અમલમાં મૂકતા પહેલા યુએસ કોંગ્રેસની ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે, તેમ છતાં આ પ્રસ્તાવને ભારતીય વિદ્યાર્થીઓ અને આઇટી ક્ષેત્રમાં ચિંતા વધારી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT