બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:53 AM, 11 June 2026
Manipur Violence : મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા જાતિય અને સામાજિક તણાવ વચ્ચે ફરી એકવાર હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. કાંગપોક્પી જિલ્લામાંથી અપહરણ કરાયેલા છ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ સર્જાયું છે. મૃતદેહોની હાલત જોઈ સ્થાનિક લોકો અને સંબંધીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે,સુરક્ષા એજન્સીઓએ આ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મણિપુર પોલીસ, આસામ રાઇફલ્સ અને CRPFની સંયુક્ત ટીમોએ સતત 24 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અનેક વિસ્તારોમાં તપાસ બાદ છ મૃતદેહો મળી આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. માનવામાં આવે છે કે, આ તમામ લોકોનું અપહરણ 13 મેના રોજ કરવામાં આવ્યું હતું.
This is really bad news ‼️ #Manipur
— Levina🇮🇳 (@LevinaNeythiri) June 10, 2026
Bodies of 6 NAGAs who were abducted on May 13 found after intense search was carried out by about 450 personnel from Manipur Police, CRPF, and Indian Army.
This grim discovery of dead bodies comes just a day after 14 Kuki individuals, who… pic.twitter.com/dEgeIytzLO
ADVERTISEMENT
આ તરફ ઘટના બાદ નાગા સમુદાયની અગ્રણી સંસ્થા યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC)એ કડક વલણ અપનાવ્યું છે. સંગઠને કેટલાક વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન કર્યું છે તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેનને પદ પરથી દૂર કરવાની માંગ ઉઠાવી છે. યુએનસીનો આક્ષેપ છે કે, સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહી છે અને દોષિતો સામે પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી.
સંગઠન દ્વારા સરકાર અને કેટલાક કુકી બળવાખોર જૂથો વચ્ચે થયેલા ‘સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ’ (SoO) કરારને પણ રદ કરવાની માંગ કરવામાં આવી છે. યુએનસીનું માનવું છે કે આવા કરારો હોવા છતાં હિંસક પ્રવૃત્તિઓ યથાવત રહેતાં સામાન્ય નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. મળેલા મૃતદેહોની સ્થિતિ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. યુએનસીએ દાવો કર્યો છે કે મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા છે અને તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહોનો સ્વીકાર કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT

આ સમગ્ર ઘટનાની શરૂઆત 13 મેના રોજ થયેલા એક હુમલાથી થઈ હતી, જેમાં થાડોઉ સમુદાયના ત્રણ ચર્ચ નેતાઓની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બે પાદરીઓ સહિત અનેક લોકોનું અપહરણ થયું હતું. વિવિધ અહેવાલો મુજબ, કાંગપોક્પી અને સેનાપતિ જિલ્લાઓમાં કુલ 44 નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જોકે, મહિલાઓ અને બાળકો સહિત કેટલાક લોકોને બાદમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ઘટનાએ માત્ર મણિપુર જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં ચિંતા ઊભી કરી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ આ હત્યાકાંડને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે શાંતિ અને સમાધાન માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે આવી ઘટના બનવી અત્યંત દુઃખદ છે. તેમના મત અનુસાર, હિંસા કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી અને સ્થાયી શાંતિ માટે તમામ પક્ષોએ સંવાદ અને પરસ્પર વિશ્વાસનો માર્ગ અપનાવવો જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.