બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:10 PM, 10 June 2026
Hardik Pandya : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમના મુખ્ય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટને નવા સંયોજનો પર વિચાર કરવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાર્દિક પંડ્યાને જાંઘના આગળના ભાગમાં આવેલા સ્નાયુમાં ખેંચાણ (ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન) થયું છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં અંદાજે ત્રણ અઠવાડિયાનો સમય લાગી શકે છે. પરિણામે તેઓ અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.
ADVERTISEMENT
તાજેતરમાં IPL દરમિયાન ફિટનેસ સંબંધિત પડકારોનો સામનો કર્યા બાદ હાર્દિક બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટનેસ મૂલ્યાંકન માટે પહોંચ્યા હતા. ત્યાં થયેલી તપાસ દરમિયાન આ નવી ઈજાની જાણ થઈ હતી. અહેવાલો મુજબ સંપૂર્ણ બોલિંગ વર્કલોડ દરમિયાન આ સમસ્યા વધુ સ્પષ્ટ બની હતી.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો!
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2026
હાર્દિક પંડ્યા ODI શ્રેણીમાંથી બહાર
જાંઘના સ્નાયુમાં (Quadriceps Strain) ઈજાના કારણે હાર્દિક પંડ્યા નહીં રમે વનડે
સંપૂર્ણ સ્વસ્થ થવામાં લાગી શકે છે લગભગ 3 અઠવાડિયા
હાર્દિકની ગેરહાજરીથી બેટિંગ અને બોલિંગ બંને વિભાગ પર અસર
.#HardikPandya #TeamIndia… pic.twitter.com/R53HshNO1N
ADVERTISEMENT
હાર્દિકની ગેરહાજરીથી ટીમ ઈન્ડીયાને શું થઈ શકે અસર ?
હાર્દિકની ગેરહાજરી ભારતીય ટીમ માટે માત્ર બેટિંગ નહીં પરંતુ બોલિંગ વિભાગમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. મધ્યક્રમમાં ઝડપી રન બનાવવાની તેમની ક્ષમતા અને જરૂર પડ્યે મહત્વપૂર્ણ ઓવરો ફેંકવાની કાબેલિયત ટીમને વિશેષ સંતુલન આપતી હતી. હવે તેમની જગ્યાએ અન્ય ઓલરાઉન્ડરોને વધારાની જવાબદારી સંભાળવી પડશે.
ADVERTISEMENT
શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ આ શ્રેણીમાં મેદાનમાં ઉતરશે. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને ઈશાન કિશન જેવા અનુભવી તથા યુવા ખેલાડીઓ ટીમને મજબૂતી આપશે. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષ દુબે જેવા ઓલરાઉન્ડરો પર વધુ જવાબદારી રહેશે.

ADVERTISEMENT
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ વનડે 13 જૂને ધર્મશાલામાં રમાશે. બીજી મેચ 17 જૂને લખનૌમાં અને ત્રીજી તથા અંતિમ વનડે 20 જૂને ચેન્નાઈમાં યોજાશે. આ શ્રેણી ભારત માટે આગામી આંતરરાષ્ટ્રીય પડકારોની તૈયારીના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.