બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / નર્સના કપડાંને કંગના માને છે બ્રિટિશ, આપવો જોઈએ ઇન્ડિયન લુક

બોલિવૂડ / નર્સના કપડાંને કંગના માને છે બ્રિટિશ, આપવો જોઈએ ઇન્ડિયન લુક

Nirav Kumar

Last Updated: 01:20 AM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત ભાગ્ય વિધાતા ફિલ્મના પ્રમોશન વખતે કંગના રાણાવતે કહ્યું કે, નર્સોના ડ્રેસમાં બ્રિટિશનો પ્રભાવ છે. આથી તેને હવે ઇન્ડિયન લુક આપવો જોઈએ.

કંગના રાણાવતની આગામી ફિલ્મ "ભારત ભાગ્ય વિધાતા"માં તે એક નર્સનો રોલ કરશે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેને નર્સોના ડ્રેસ કોડ વિશે ચર્ચા કરી હતી. જેમાં તેને કહ્યું કે હાલના નર્સ યુનિફોર્મ બ્રિટિશ પ્રભાવોને પ્રતિબિંબિત કરે છે અને તેને રીડિઝાઇન કરવાની જરૂર છે.

મીડિયા સાથેની એક મુલાકાતમાં કંગનાએ કહ્યું કે, ડોકટરોના કપડાં યોગ્ય અને ફ્લેક્સિબલ છે પરંતુ નર્સો હજુ પણ પરંપરાગત યુનિફોર્મ સ્ટાઇલનું પાલન કરે છે. કંગનાએ કહ્યું કે, "મારું માનવું છે કે બ્રિટિશ નર્સો માટેનો ડ્રેસ કોડ હજુ પણ લાગુ પડે છે. ડોકટરોની જેમ નર્સો જે ઇચ્છે તે પહેરી શકે છે આથી તેમને એક કોડ આપવામાં આવે છે. પરંતુ આપણી નર્સો ભલે તે ઠંડી હોય કે ગરમી તે વિદેશી લુકમાં હોય છે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. પરંતુ આ ફિલ્મમાં અમે પ્રામાણિકતા અને ગૌરવ સાથે કામ કર્યું છે. આકાર અને સાઈઝ કોઈ વાંધો નથી તમારો યુનિફોર્મ તમારી ફરજ છે." કંગનાએ સમજાવ્યું કે તે શા માટે માને છે કે વર્તમાન ડિઝાઇનમાં પશ્ચિમી પ્રભાવ છે.

  • નર્સો માટે ઇન્ડીયન લુક
    કંગનાએ કહ્યું કે, "મને વ્યક્તિગત રીતે લાગે છે કે તે એકદમ બ્રિટિશ લુક છે. યુનિફોર્મ પર પિન, કેપ કે બેલ્ટ પહેરવા એ બધું યુએસ નેવીથી પ્રભાવિત છે. આ લુક પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જોવા મળ્યો હતો. ભવિષ્યમાં તેને થોડો ભારતીય લુક આપવો જોઈએ, જે એક સકારાત્મક પરિવર્તન હશે."
vtv hiring
  • ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ વિશે
    ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા એક સત્ય ઘટના પર આધારિત છે. જેમાં 26/11 ના આતંકવાદી હુમલા દરમિયાન તેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આતંકવાદીઓ હોસ્પિટલમાં ઘૂસ્યા ત્યારે હોસ્પિટલના કર્મચારીઓએ 400 દર્દીઓને બચાવ્યા હતા.

એક જગ્યાએ કંગનાએ કહ્યું, "આપણે ઘણીવાર હીરોઇઝમને સેલિબ્રેટ કરીએ છીએ પરંતુ અસલી  શક્તિ મૌનમાં રહેલી છે. ભારત ભાગ્ય વિધાતા શક્તિ બલિદાન, માનવતા અને એકતાની એક અનટોલ્ડ સ્ટોરી છે. તે દેશભક્તિ છે જ્યાં ડ્યુટી એક્શન બની જાય છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આ ફિલ્મનો હિસ્સો બનવાનો મોકો મળ્યો અને હવે હું  રાહ જોઈ રહી છું કે તમે બધા આ મુવી જોવો."

વધુ વાંચો : TVના સંસ્કારી પુત્રની પત્ની સાથે લિપલોક, બાહુપાશમાં લઈને કર્યો રોમાન્સ

ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ મનોજ ટાપરિયા દ્વારા ડાયરેક્ટ અને લખાયેલ છે. કંગના સિવાય આ ફિલ્મમાં ગિરિજા ઓક, સ્મિતા તાંબે, અમૃતા નામદેવ, એશા દે, આશા શેલાર, આદિત્ય મિશ્રા અને ઝાહિદ ખાન પણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kangana Ranaut Nurse Uniform British influences
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ