બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ₹ 12 કરોડના ડ્રગ્સ સાથે મુંબઈમાંથી ઝડપાઇ કેરળની બ્યુટી હર્ષા સન્ની

પર્દાફાશ / ₹ 12 કરોડના ડ્રગ્સ સાથે મુંબઈમાંથી ઝડપાઇ કેરળની બ્યુટી હર્ષા સન્ની

Jinal Chauhan

Last Updated: 11:15 AM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કેરળની બ્યુટી પેજન્ટ રનર-અપ હર્ષા સન્નીની 11.8 કરોડ રૂપિયાના હાઇ-ગ્રેડ ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. બેંકોકથી પરત ફરેલી હર્ષાના બેગમાંથી 11.8 કિલો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવતા આ કેસે ભારે ચર્ચા જગાવી છે.

ગ્લેમર અને ડ્રગ્સ તસ્કરીના આ ચોંકાવનારા મામલાએ તપાસ એજન્સીઓને પણ સતર્ક કરી દીધી છે. હર્ષા સન્ની એક ખાનગી બેંકમાં નોકરી કરે છે અને બ્યુટી પેજન્ટમાં પણ ભાગ લઈ ચૂકી છે. જોકે, તેના બેગમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળતા હવે આ કેસ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાર્યરત છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. હર્ષા પોતાને નિર્દોષ ગણાવી રહી છે, પરંતુ કસ્ટમ અને પોલીસ અધિકારીઓ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.

કેવી રીતે ઝડપાઈ હર્ષા સન્ની?

માહિતી અનુસાર 29 વર્ષીય હર્ષા સન્ની બેંકોકથી એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે મુંબઈ પહોંચી હતી. એરપોર્ટ પર નિયમિત ચેકિંગ દરમિયાન કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓને તેના વર્તન પર શંકા ગઈ હતી. ત્યારબાદ તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી.

બેગમાંથી મળ્યા 12 પેકેટ

અધિકારીઓએ જ્યારે હર્ષાના ટ્રોલી બેગની તપાસ કરી ત્યારે તેમાં 12 વેક્યૂમ-સીલ્ડ પેકેટ મળી આવ્યા હતા. પેકેટમાં રહેલા પદાર્થનું NDPS કિટ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં તે હાઇ-ગ્રેડ હાઇડ્રોપોનિક મારિજુઆના (ગાંજો) હોવાનું બહાર આવ્યું હતું.

11.8 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત

જપ્ત કરાયેલા ડ્રગ્સનું કુલ વજન 11.8 કિલોગ્રામ હોવાનું જણાવાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 11.8 કરોડ રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

Harsha Sanni (2)

કોણ છે હર્ષા સન્ની?

હર્ષા સન્ની એક ખાનગી બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે કાર્યરત છે. સાથે જ તે ગયા વર્ષે કેરળમાં યોજાયેલી એક બ્યુટી પેજન્ટમાં રનર-અપ પણ રહી ચૂકી છે. આ કારણે તેની ધરપકડ બાદ આ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે.

vtv hiring

આ પણ વાંચોઃ ફિનલેન્ડની ધરતી પરથી જયશંકરે પશ્ચિમને આઈનો બતાવ્યો: યુરોપને આપી લેક્ચર ન આપવાની કડક ચેતવણી

આરોપીનો શું દાવો?

હર્ષાએ પૂછપરછ દરમિયાન પોતાને નિર્દોષ ગણાવી છે. તેના જણાવ્યા મુજબ, વિદેશ પ્રવાસ દરમિયાન તેની એક વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી. તે વ્યક્તિએ તેને આ બેગ ભારત સુધી પહોંચાડવા માટે આપ્યો હતો અને બેગમાં શું હતું તેની તેને કોઈ જાણકારી નહોતી.

તપાસ શરૂ

હાલ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને હર્ષાની ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. તપાસ એજન્સીઓ હવે આ મામલો કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી રેકેટ સાથે જોડાયેલો છે કે નહીં તેની તપાસ કરી રહી છે.

નેપાળ બોર્ડર પર પણ ડ્રગ્સ ઝડપાયું

આ દરમિયાન ભારત-નેપાળ સરહદ નજીક મહારાજગંજ જિલ્લામાં પણ એક વ્યક્તિ પાસેથી અંદાજે 1 કરોડ રૂપિયાનું હાઇ-ગ્રેડ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. આ બંને ઘટનાઓ બાદ દેશભરમાં ડ્રગ્સ તસ્કરીના નેટવર્કને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harsha Sanni Hydroponic Weed Mumbai Airport
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ