બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / માનો કે, મસ્ક વિશ્વભરમાં સંપત્તિની નીલામી કરે, તો ખાલી એક જણના ભાગે જ આવે આટલાં બધાં રૂપિયા!
Last Updated: 09:17 AM, 13 June 2026
ફોર્બ્સના અહેવાલ મુજબ સ્પેસએક્સના શેરબજારમાં લિસ્ટિંગ અને કંપનીના મૂલ્યમાં થયેલા જબરદસ્ત વધારા બાદ એલન મસ્કની કુલ સંપત્તિ 1.1 ટ્રિલિયન ડોલર (આશરે 92 લાખ કરોડ રૂપિયા)ને પાર પહોંચી ગઈ છે. આ સાથે તેઓ વિશ્વના પહેલા એવા વ્યક્તિ બન્યા છે જેમની સંપત્તિ ટ્રિલિયન ડોલરના આંકડાને વટાવી ગઈ છે.
ADVERTISEMENT
ફોર્બ્સના અહેવાલ મુજબ સ્પેસએક્સના શેરબજારમાં લિસ્ટિંગ અને કંપનીના મૂલ્યમાં થયેલા જબરદસ્ત વધારા બાદ એલન મસ્કની કુલ સંપત્તિ 1.1 ટ્રિલિયન ડોલર (આશરે 92 લાખ કરોડ રૂપિયા)ને પાર પહોંચી ગઈ છે. આ સાથે તેઓ વિશ્વના પહેલા એવા વ્યક્તિ બન્યા છે જેમની સંપત્તિ ટ્રિલિયન ડોલરના આંકડાને વટાવી ગઈ છે. એક ટ્રિલિયન ડોલર એટલે કેટલી મોટી રકમ? સામાન્ય માણસ માટે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ગણિત પ્રમાણે 1 ટ્રિલિયન ડોલર, 1 બિલિયન ડોલર કરતાં 1000 ગણું વધુ છે, જ્યારે 1 મિલિયન ડોલર કરતાં 10 લાખ ગણું વધુ છે. આ આંકડો મસ્કની અદભૂત આર્થિક શક્તિ દર્શાવે છે.

ADVERTISEMENT
જો મસ્કની આ સંપત્તિ દુનિયાના તમામ લોકોમાં વહેંચી દેવામાં આવે તો પૃથ્વી પર રહેતા અંદાજે 8.2 અબજ લોકોને પ્રતિ વ્યક્તિ લગભગ 122 ડોલર, એટલે કે અંદાજે 10,300 રૂપિયા મળી શકે. આ ઉદાહરણથી તેમની સંપત્તિનું વિશાળ કદ સમજાય છે.આ સંપત્તિની વિશાળતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે જો 1 ટ્રિલિયન ડોલરની નોટોને એક પછી એક સીધી ગોઠવવામાં આવે તો તેની લંબાઈ લગભગ 15.6 કરોડ કિલોમીટર સુધી પહોંચે. આ અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતાં પણ વધુ છે. એટલું જ નહીં, આ અંતરથી પૃથ્વીથી ચંદ્ર સુધી 200થી વધુ વખત જઈ શકાય.
ADVERTISEMENT
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના 2026ના આંકડા મુજબ એલન મસ્કના જન્મસ્થળ દક્ષિણ આફ્રિકાની કુલ વાર્ષિક GDP આશરે 480 બિલિયન ડોલર છે. મસ્કની સંપત્તિ આ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા કરતાં પણ બે ગણીથી વધુ છે. હાલમાં દુનિયામાં માત્ર 21 દેશોની અર્થવ્યવસ્થા જ ટ્રિલિયન ડોલરથી વધુ છે.અમેરિકામાં ઘર ખરીદવાના ઉદાહરણથી જોવામાં આવે તો એક ઘરનો સરેરાશ ભાવ લગભગ 4 લાખ ડોલર છે. મસ્ક પોતાની સંપત્તિથી અમેરિકામાં આશરે 25 લાખથી વધુ ઘરો ખરીદી શકે છે. આ આંકડો અનેક દેશોની રહેણાંક જરૂરિયાતોને પણ પાછળ છોડી દે તેવો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ એલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર, SpaceXના IPOએ કર્યો કમાલ
ફોર્બ્સના જણાવ્યા મુજબ દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ છે, જેમની સંપત્તિ આશરે 295 બિલિયન ડોલર છે. એટલે કે તેઓ મસ્ક કરતાં લગભગ 705 બિલિયન ડોલર પાછળ છે. રસપ્રદ વાત એ છે કે લેરી પેજ, સર્જી બ્રિન, જેફ બેઝોસ અને લેરી એલિસનની કુલ સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ તે મસ્કની સંપત્તિની આસપાસ પહોંચે છે. એલન મસ્કની આ ઐતિહાસિક સિદ્ધિએ માત્ર સંપત્તિના નવા રેકોર્ડ જ નથી બનાવ્યા, પરંતુ વિશ્વભરમાં વધતી આર્થિક અસમાનતા અંગેની ચર્ચાને પણ વધુ વેગ આપ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.