બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રક્ષા મંત્રી રાજનાથ સિંહના ભત્રીજાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, બેફામ બસ ચાલક ટક્કર મારીને ફરાર!
Last Updated: 12:23 AM, 13 June 2026
મધ્ય પ્રદેશના સૌથી વ્યસ્ત શહેર ઇન્દોરમાં હાઈવે પર સ્પીડ લિમિટ અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા વાહન ચાલકોના કારણે વધુ એક હાઈ-પ્રોફાઈલ અકસ્માતની ઘટના સામે આવી છે. ગુરુવારે રાત્રે બનેલી આ કાળજું કંપાવનારી ઘટનામાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના સગા ભત્રીજા પ્રભાત સિંહનું અકાળે અવસાન થયું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રભાત સિંહને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હોવા છતાં ડૉક્ટર્સ તેમના જીવ બચાવી શક્યા નહોતા. પોલીસ અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ગુરુવારે રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ ઇન્દોરના ક્ષિપ્રા પોલીસ સ્ટેશન વિસ્તારની નજીક હાઇવે પર બની હતી. પ્રભાત સિંહ સત્તાવાર કામકાજ પતાવીને દેવાસથી ઇન્દોર તરફ કાર દ્વારા પરત ફરી રહ્યા હતા.
ADVERTISEMENT

પરત ફરતી વખતે ક્ષિપ્રા નિકટ કોઈ જરૂરી કામ અર્થે તેમણે પોતાની કાર રોડની બાજુમાં ઉભી રાખી હતી. તેઓ કારમાંથી નીચે ઉતરીને પોતાનું કામ પતાવીને જેવા પાછા પોતાની કારનો દરવાજો ખોલી અંદર બેસવા જઈ રહ્યા હતા, બરાબર તે જ સમયે પાછળથી આવી રહેલી એક લક્ઝરી તેજ રફતાર પ્રાઇવેટ બસે તેમને જોરદાર અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે પ્રભાત સિંહ હવામાં ફંગોળાયા હતા અને તેમના માથા તેમજ શરીરના ભાગે ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
મૃતક પ્રભાત સિંહ મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના વતની હતા. હાઈ-પ્રોફાઈલ વીઆઈપી કેસ હોવાના કારણે અને પરિવારની વિનંતી પર વહીવટી તંત્ર દ્વારા વિશેષ મંજૂરી આપવામાં આવી હતી અને સવારે આશરે 3 વાગ્યે જ તેમનું પોસ્ટમોર્ટમ ઓપરેશન પૂરું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શુક્રવારે વહેલી સવારે તેમના પાર્થિવ દેહને ઇન્દોર એરપોર્ટથી સીધો ઉત્તર પ્રદેશના બલિયા માટે એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. પ્રભાત સિંહના નિધનના સમાચાર મળતા જ રક્ષા મંત્રી રાજનાથ સિંહના પરિવાર સહિત બલિયામાં રહેતા તમામ સગા-સંબંધીઓ અને રાજકીય નેતાઓ અંતિમ સંસ્કાર માટે વતને પહોંચી ગયા છે, જ્યાં સંપૂર્ણ રીત-રિવાજો સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ADVERTISEMENT
અકસ્માત સર્જ્યા બાદ બસનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળે જ બસ મૂકીને ફરાર થઈ ગયો છે. ઇન્દોર પોલીસની ટીમે આ મામલે ગુનો નોંધીને બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની હત્યા અને બેદરકારીનો કેસ દાખલ કર્યો છે. આરોપી ડ્રાઈવરને પકડવા માટે હાઇવે અને નજીકના શાળાઓ-ટોલ નાકા પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે? ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની તાત્કાલિક બેઠક
ADVERTISEMENT
ચોંકાવનારી બાબત એ છે કે આ જ ગુરુવારે ઇન્દોર શહેરમાં અન્ય એક ભયાનક અકસ્માત પણ સર્જાયો હતો. ઇન્દોર નગર નિગમનું પાણીથી ભરેલું એક મોટું ટેન્કર ખૂબ જ વ્યસ્ત ગણાતા પટેલ બ્રિજ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા પાણીનું ટેન્કર સંપૂર્ણ બેકાબૂ બન્યું હતું. સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રવીન્દ્ર પરાશરે જણાવ્યું કે, આ બેકાબૂ ટેન્કરે ફ્લાયઓવર પર આગળ ચાલી રહેલા અનેક વાહનોને કચડી નાખ્યા હતા. ટેન્કર અકસ્માત બાદ પણ બ્રિજ પર આશરે 200 ફૂટ સુધી વાહનોને અથડાતું આગળ વધતું રહ્યું હતું અને અંતે ફ્લાયઓવરની સેફ્ટી રેલિંગ સાથે અથડાઈને અટકી ગયું હતું. સદનસીબે ટેન્કર બ્રિજની નીચે ન ખાબક્યું, નહિતર સેંકડો લોકોના જીવ જઈ શકત. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકો વિકાસ વર્મા અને ટિંકુ ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ ખતરાથી બહાર છે. આ ઘટનાનો ટેન્કર ડ્રાઈવર પણ અકસ્માત બાદ ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.