બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે? ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની તાત્કાલિક બેઠક
Last Updated: 10:26 PM, 12 June 2026
Uddhav Thackeray Meeting: મહારાષ્ટ્રમાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી છે. હવે પ્રશ્ન એ છે કે ઇમરજન્સી બેઠકની જરૂર કેમ પડી, શું મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાઓએ દેશનું ધ્યાન ખેંચ્યું છે. ઉદ્ધવે 14 જૂને માતોશ્રી ખાતે તમામ સાંસદોને બેઠક માટે બોલાવ્યા છે.
બેઠક કેમ બોલાવવામાં આવી?
ADVERTISEMENT
ખરેખર એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે શિવસેના (UBT)ના કેટલાક સાંસદો નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સંપર્કમાં છે. આ પૃષ્ઠભૂમિમાં આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાંસદ સંજય ઉર્ફે બંધુ જાધવ અગાઉની કેટલીક બેઠકોમાં ગેરહાજર રહ્યા હતા. તેથી 14 જૂનની બેઠકમાં તેમની હાજરી પર બધાની નજર રહેશે.
તમને જણાવી દઇએ કે 2024 ની લોકસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેના પક્ષે નવ બેઠકો જીતી હતી. દરમિયાન એકનાથ શિંદેની શિવસેના સરકારમાં રહેતા હોવા છતાં ફક્ત સાત બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક હતા, કારણ કે વિપક્ષી પક્ષોના જોડાણ મહા વિકાસ આઘાડી (MVA) એ NDA કરતા વધુ બેઠકો જીતી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / 24 કલાકમાં ત્રણ શહેરોમાં ફાયરિંગ, ફરીવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ થઇ એક્ટિવ
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં કુલ લોકસભા બેઠકો: 48
કોંગ્રેસ: 13
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરે જૂથ: 9
શરદ પવાર જૂથ: 8
ADVERTISEMENT
અપક્ષો: 1 (કોંગ્રેસના ઉમેદવારે બળવો કર્યો)
ભાજપ: 9
અજિત પવાર જૂથ: 1
શિંદે જૂથ: 7
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.