બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:17 PM, 12 June 2026
કેનેડાના બ્રેમ્પ્ટન શહેરમાં આવેલી મહલ સ્વીટ્સ પર શુક્રવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક ધમકીભરેલી પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં કેટલાક લોકોએ પોતાને લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનું જણાવતાં હુમલાની જવાબદારી લીધી હોવાનો દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ વાયરલ પોસ્ટમાં આરજુ બિશ્નોઈ, ટાયસન બિશ્નોઈ અને શુભમ લોંકર નામના લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં જણાવાયું છે કે મહલ સ્વીટ્સ પર થયેલા ફાયરિંગ માટે તેઓ જવાબદાર છે. જોકે આ દાવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
ADVERTISEMENT
વાયરલ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લૉરેન્સ બિશ્નોઈ ગેંગમાં કોઈ પ્રકારનો આંતરિક વિવાદ કે અલગાવ નથી. કેટલાક લોકો ગેંગના સભ્યો અલગ થઈ ગયા હોવાની અફવા ફેલાવી રહ્યા છે પરંતુ તમામ સભ્યો એકજૂટ હોવાનું પોસ્ટમાં કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પોસ્ટમાં એક વ્યક્તિને સીધી ધમકી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે અગાઉ પણ ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તે વ્યક્તિએ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પોસ્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી સમયમાં પણ કોલને અવગણવામાં આવશે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મોહન ભાગવત મુસાફરી કરી રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો, કોચને નુકસાન
ADVERTISEMENT
છેલ્લા 24 કલાક દરમિયાન લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ દિલ્હી, હરિયાણા અને હવે કેનેડાની ઘટનાઓમાં પણ સામે આવ્યું છે. જેના કારણે ગેંગની આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિયતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. હાલમાં કેનેડાની સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટની સત્યતા અને ફાયરિંગ પાછળના વાસ્તવિક કારણો અંગે તપાસ ચાલુ છે. અધિકારીઓએ હજુ સુધી ગેંગના દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.