ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં PCR વાનને રોકી યુવકોની દાદાગીરી, વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં

VIDEO / અમદાવાદમાં PCR વાનને રોકી યુવકોની દાદાગીરી, વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં

Published By: Vishal Khamar

Last Updated: 12:21 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. વાયરલ થયેલ વીડિયોમાં બે યુવકો PCR વાનને રોકીને કર્મચારીઓ સાથે દાદાગીરી કરી હતી. પોલીસે વીડિયોના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા પાટિયા નજીક પોલીસ તંત્રની કામગીરી સામે પડકારરૂપ બને તેવી ઘટના પ્રકાશમાં આવી છે. બે યુવકો દ્વારા PCR વાનને રોકી તેમાં ફરજ પર રહેલા ડ્રાઈવર અને કર્મચારીઓ સાથે ધાકધમકી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના સામે આવતા પોલીસ તંત્રે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વાનના ડ્રાઈવર સામે યુવકની દાદાગીરી

વાયરલ વીડિયોમાં એક યુવક ચાલુ PCR વાનની સામે આવી ઊભો રહેતો જોવા મળે છે. ત્યારબાદ તે વાનના ડ્રાઈવર સાથે ઉગ્ર બોલાચાલી કરી ધમકીભર્યું વર્તન કરે છે. ડ્રાઈવર વાન આગળ વધારવાનો પ્રયાસ કરે છે છતાં યુવક વાનની સાથે ચાલીને દાદાગીરી કરતો દેખાય છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

મળતી માહિતી મુજબ ઘટના નરોડા પાટિયા વિસ્તારમાં બની હતી. જ્યાં કૃષ્ણનગર, સરદારનગર અને નરોડા પોલીસ સ્ટેશનની હદો જોડાય છે. જેના કારણે શરૂઆતમાં PCR વાન કયા વિભાગની છે તે અંગે સ્પષ્ટતા નહોતી. જોકે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વીડિયોમાં દેખાતી વાન સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના સૈજપુર-બોઘા ગ્રુપની હોવાનું જાણવા મળ્યું છે.

PCR વાન નરોડા પોલીસ સ્ટેશનની નથી

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાયરલ વીડિયોમાં દેખાતી PCR વાન નરોડા પોલીસ સ્ટેશનની નથી. તેમ છતાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. બંને યુવકોની ઓળખ માટે આસપાસના CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે તેમજ હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કોળી સમાજમાં નેતૃત્વના મુદ્દે ગરમાયું રાજકારણ, બોટાદના મોટા સખપરમાં આજે મહાસંમેલન

આરોપીઓની ઓળખ કર્યા બાદ કાર્યવાહી

આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી.વી. નાયકે જણાવ્યું કે આરોપીઓની ઓળખ થયા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘટના બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે અને પોલીસ પર દાદાગીરી કરનાર તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad Police Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ