બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 PM, 13 June 2026
ટીવી એક્ટ્રેસ મૌની રોય અને બીઝનેસમેન સૂરજ નામ્બિયાર અલગ થઈ ગયા છે. લગ્નના 4 વર્ષ બાદ તેમના છૂટાછેડા થઈ ગયા છે. તાજેતરમાં તેમને એક પોસ્ટ દ્વારા તેમના અલગ થવાને કન્ફર્મ કર્યું છે. મૌની રોય તેના પતિને છોડી દીધા ત્યારથી જ સમાચારમાં છે. સોશિયલ મીડિયા પર તેની સેક્સુઆલિટી પર સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સૂરજથી અલગ થયા બાદ મૌની રોયને તેની બેસ્ટ ફ્રેન્ડ દિશા પટણી સાથે પણ જોડવામાં આવ્યું હતું. હવે પહેલીવાર મૌનીએ તેની સેક્સુઆલિટીને લગતી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
મૌની રોયે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને પોતાના વિશે સાંભળેલી સૌથી મોટી અફવા કઈ છે, ત્યારે તેને તરત જ જવાબ આપ્યો, "મેં સાંભળ્યું છે કે હું ગે છું." મૌનીએ કહ્યું, "હું ગે છું. આ મારા વિશે મેં સાંભળેલી સૌથી વિચિત્ર અફવા છે. આ વાતો સંપૂર્ણ રીતે પાયાવિહોણી છે, અને હું ગે નથી."

ADVERTISEMENT
મૌની રોયે ઇન્ટરવ્યુમાં એ પણ શેર કર્યું કે સૂરજ નામ્બિયારથી અલગ થવા દરમિયાન તેના ફ્રેન્ડ્સે તેને કેવી રીતે મદદ આપી હતી અને દિલાસો આપ્યો હતો. એક્ટ્રેસે કહ્યું, "હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું કે મને હંમેશા મારા ફ્રેન્ડ્સે અને પરિવાર મળ્યો જેઓ મારી સાથે ચટ્ટાન જેમ ઉભા રહ્યા."
ADVERTISEMENT
એક્ટ્રેસે આગળ કહ્યું કે, " મને સપોર્ટ કરવા માટે મારી પાસે હંમેશા શાનદાર ગર્લફ્રેન્ડ રહી છે. તેઓ સારા અને ખરાબ સમયમાં મારી સાથે હતી. તમારી લાઈફમાં એવી સ્ત્રીઓ હોવી જરૂરી છે જે હંમેશા તમને પ્રોત્સાહન આપે. મારી ગર્લફ્રેન્ડ બેસ્ટ છે."
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મૌની રોય અને સૂરજ નામ્બિયાર પહેલી વાર 2019 માં દુબઈમાં નવા વર્ષની પાર્ટીમાં કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. લગભગ બે વર્ષ ડેટ કર્યા બાદ મૌની અને સૂરજ 2022 માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ કપલે ગોવામાં બંગાળી અને મલયાલી રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. હવે લગ્નના 4 વર્ષ બાદ મૌની અને સૂરજ અલગ થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.