બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'જેને તંત્રનું ડિમોલિશન ખોટું લાગતું હોય તે...' મુકેશ ગુજરાતીની ડિમોલિશન મુદ્દે વિવાદીત પોસ્ટ "
Last Updated: 06:08 PM, 13 June 2026
સુરતના કતારગામ વિસ્તારના નાસિરનગર ખાતે થયેલા ડિમોલિશન મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપના બૂથ મેનેજમેન્ટ સંયોજક મુકેશ ગુજરાતીની સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે.
ADVERTISEMENT

કોંગ્રેસ પર મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરવાનો આક્ષેપ
ADVERTISEMENT
મુકેશ ગુજરાતીએ પોતાની પોસ્ટમાં કોંગ્રેસ પર મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસનું મુસ્લિમ તૃષ્ટિકરણ હવે કતારગામ સુધી પહોંચી ગયું છે. પોસ્ટમાં તેમણે ડિમોલિશનનો વિરોધ કરનારાઓને નિશાન બનાવતાં લખ્યું હતું કે જો કોઈને તંત્ર દ્વારા કરાયેલ ડિમોલિશન ખોટું લાગતું હોય તો તેઓ પોતાની અંગત મિલકતમાં ઝૂંપડાં બનાવી આપે.

ADVERTISEMENT
નિવેદનોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો વિરોધ જ કરવો હોય તો શાળા બનાવવા માટે દાનમાં મળેલી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ઝૂંપડાઓનો વિરોધ કરવો જોઈએ. આ નિવેદનોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
ADVERTISEMENT

મુકેશ ગુજરાતીએ દાવો કર્યો છે કે શાળા નિર્માણ માટે ફાળવવામાં આવેલી સરકારી અને જાહેર ઉપયોગની જમીનો પર ગેરકાયદેસર રીતે ઝૂંપડાં અને મકાનો ઉભા કરવામાં આવ્યા હતા, જેના કારણે તંત્ર દ્વારા કરાયેલી ડિમોલિશન કાર્યવાહી યોગ્ય હતી. તેમણે કહ્યું કે આવા દબાણો દૂર કરવા સામે કોઈ પ્રકારનો વિરોધ થવો જોઈએ નહીં અને કેટલાક રાજકીય તત્વો ચોક્કસ સમુદાયના વોટબેંકને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યા છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંભાવનાનો મુદ્દો પણ ઉઠાવ્યો
આ સમગ્ર વિવાદ દરમિયાન તેમણે બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંભાવનાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, વેડરોડ વિસ્તારમાં વસતા લોકોની ઓળખ અને દસ્તાવેજોની સઘન તપાસ થવી જોઈએ. ઓળખપત્રો, રહેઠાણના પુરાવા અને રેશન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો કોના નામે છે અને તે કઈ રીતે બનાવવામાં આવ્યા છે તેની ઉચ્ચસ્તરીય તપાસ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
ADVERTISEMENT

પોલીસ પ્રશાસનની કામગીરી પર પણ સવાલો
ભાજપ નેતાએ માત્ર વિરોધ પક્ષો જ નહીં પરંતુ સુરત મહાનગરપાલિકા (SMC) અને સ્થાનિક પોલીસ પ્રશાસનની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે જો તંત્ર ખાનગી મિલકતોમાં ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરી શકે છે, તો જાહેર રોડ અને સરકારી જમીન પર વર્ષોથી ઉભા થયેલા ગેરકાયદેસર માળખાઓ અંગે સમયસર પગલાં કેમ લેવામાં આવ્યા નહોતા. તેમણે આ મામલે તંત્રની ભૂમિકા અને સંભવિત બેદરકારીની તપાસની માંગ કરી છે.
જાહેર માર્ગ પર આવેલી એક દરગાહ અંગે પણ તેમણે પ્રશ્નો ઉઠાવ્યા
આ ઉપરાંત, સરદાર હોસ્પિટલ સામે જાહેર માર્ગ પર આવેલી એક દરગાહ અંગે પણ તેમણે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના અનુસાર, જો ગેરકાયદેસર બાંધકામો સામે સમાન ધોરણે કાર્યવાહી કરવામાં આવે છે, તો આ માળખા સામે પગલાં કેમ લેવામાં આવતાં નથી. તેમણે આ મુદ્દે ધાર્મિક તુષ્ટિકરણનો આક્ષેપ કરતાં તંત્ર પાસેથી સ્પષ્ટતા માગી છે.
રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો માહોલ
મુકેશ ગુજરાતીના નિવેદનો બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા પોલીસ તંત્ર તરફથી આ આક્ષેપોને લઈને કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. બીજી તરફ, ડિમોલિશનથી પ્રભાવિત લોકો અને વિરોધ પ્રદર્શન કરનાર જૂથો આ કાર્યવાહી સામે પોતાના વાંધા યથાવત રાખી રહ્યા છે.
વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો
ડિમોલિશન મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. બંને પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રત્યારોપ કરી રહ્યા હોવાથી આગામી દિવસોમાં આ મામલો વધુ વકરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,મોન્સૂન ટ્રફની સ્થિતિ સર્જાઈ
હાલ સમગ્ર મામલે સ્થાનિક રાજકીય વર્તુળો તેમજ નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને બંને પક્ષોના આગામી પગલાં પર સૌની નજર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.