ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મનોજ બાજપેયીની લેટેસ્ટ ફિલ્મ Governor કેવી છે? દેશના આર્થિક સંઘર્ષની ગાથા જોવા જવાય કે નહીં?
Last Updated: 06:27 PM, 12 June 2026
ADVERTISEMENT
વાર્તા: 1990નો એ કપરો કાળ
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા 1990ના દાયકાની આસપાસ ફરે છે, જ્યારે દેશ આર્થિક રીતે તૂટી પડવાની અણી પર હતો. IAS અધિકારી એ. રામાનન (મનોજ બાજપેયી)ને આ મુશ્કેલ સમયમાં RBIના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ પાત્ર ભારતીય રિઝર્વ બેંકના 18મા ગવર્નર એસ. વેંકટારમણનથી પ્રેરિત છે. કેવી રીતે રામાનન પોતાની કુનેહ અને ટીમની મદદથી ભારતને દેવાળિયું થતા બચાવે છે, તે ફિલ્મનો મુખ્ય વિષય છે. આ સફરમાં મીડિયા અને રાજકારણના વમળો પણ જોવા મળે છે.

ADVERTISEMENT
ફિલ્મનો સંપૂર્ણ ભાર મનોજ બાજપેયીના ખભા પર છે. ગંભીરતા અને પરિપક્વતાના મિશ્રણ સાથે તેમણે જે રીતે રામાનનનું પાત્ર ભજવ્યું છે, તે કાબિલે તારીફ છે. તો મધુ શર્માએ પણ રામાનનની પત્ની વંદિતાના રોલમાં સુંદર અભિનય કર્યો છે. એક પત્રકાર અદિતી વર્માના રોલમાં અદા ખૂબ જ મજબૂત અને પ્રભાવશાળી લાગી છે. તો નૌશાદ મોહમ્મદ કુંજુ, પરિતોષ સંદ અને કૃષા કુરુપે પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે.
ADVERTISEMENT
ફિલ્મના ડિરેક્ટર ચિન્મય ડી. માંડલેકરના દિગ્દર્શનની ખાસિયત એ છે કે તેઓ વાસ્તવિકતાને પડદા પર લાવવામાં માને છે. તેમણે 1990ના ભારતનો સંઘર્ષ ખૂબ જ જીવંત રીતે બતાવ્યો છે. જોકે, ફિલ્મની ગતિ ક્યાંક-ક્યાંક થોડી ધીમી પડે છે, જે દર્શકોને થોડો કંટાળો લાવી શકે છે. પરંતુ ફિલ્મ ધીમી હોવા છતાંય મક્કમતાથી આગળ વધે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિલ્મમાં એક્ટિંગ અને દિગ્દર્શન સારું હોવા છતાં, તે રાજકીય ખેંચતાણ અને સરકારી ગૂંચવણોને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવામાં થોડી પાછી પાની કરે છે. જો આ પાસાઓને થોડું વધુ વજન આપવામાં આવ્યું હોત, તો ફિલ્મ વધુ આકર્ષક બની શકી હોત.
આ પણ વાંચો : વિરાજ ઘેલાણીની ફિલ્મ 'બધું ઓલરાઈટ છે'માં શું ખરેખર બધું ઓલરાઈટ છે?
ADVERTISEMENT
ફાઈનલ વર્ડિક્ટ: જોવી કે નહીં?
કોણે જોવી જોઈએ: જેમને ઇતિહાસ જાણવામાં રસ છે અને જેઓ ગંભીર સિનેમા પસંદ કરે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ ફિલ્મ જોવી ખૂબ જ મહત્વની છે, કારણ કે તેમણે જે આર્થિક સંઘર્ષ વિશે માત્ર પુસ્તકોમાં વાંચ્યું છે, તે અહીં જોઈ શકશે.
કોણે ન જોવી: જો તમે મસાલેદાર ફિલ્મો, એક્શન કે રોમાન્સની અપેક્ષા રાખતા હોવ, તો આ ફિલ્મ તમારા માટે નથી.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT