ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / વિરાજ ઘેલાણીની ફિલ્મ 'બધું ઓલરાઈટ છે'માં શું ખરેખર બધું ઓલરાઈટ છે?
Last Updated: 09:00 AM, 12 June 2026
ADVERTISEMENT
જાણીતા કન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણીની રીલ્સ તો તમે પણ જોઈ હશે, તમને પણ કદાચ ગમતી હશે. હવે, વિરાજની બીજી ગુજરાતી ફિલ્મ 'બધું ઓલરાઈટ છે' રિલીઝ થઈ ચૂકી છે. પણ કેવી છે આ ફિલ્મ? ફિલ્મનો ફર્સ્ટ હાફ એટલો તો ધમાકેદાર છે કે તમે હસવાનું રોકી નહીં શકો. કોમેડી ટાઈમિંગની વાત આવે ત્યારે વિરાજ ઘેલાણીનો કોઈ તોડ નથી, પરંતુ અહીં એક વાત નોંધવી રહી કે વિરાજના પાત્ર બિરજુનું એક્સેન્ટ-યુક્ત ગુજરાતી ઘણીવાર મૂળ કથાના પ્રવાહને થોડું 'ડાયલ્યુટ' કરી નાખે છે. હા એ વાત સાચી કે એનું પાત્ર લંડન રિટર્ન છે પણ 6-8 મહિના રહ્યા પછી તો માણસની ભાષા બદલાય ને! અહીં તો વિરાજની એક્સેન્ટ સાંભળીને કાળજે ઘા વાગે છે.
ADVERTISEMENT

વિરાજના કોમેડી ટાઈમિંગની સાથે આ ફિલ્મનું સૌથી મોટું જમા પાસું છે દીપ વૈદ્ય અને મેહુલ બૂચ. દીપ વૈદ્યએ ત્રિકમના પાત્રમાં તેમણે જીવ રેડી દીધો છે. ખાસ કરીને વિક્રમ ઠાકોરને જે રીતે ટ્રિબ્યુટ આપ્યું છે, તેના માટે ફિલ્મના ડિરેક્ટર, રાઈટરની પણ દાદ દેવી પડે. ત્રિકમના ઘરના સીન્સમાં પાછળ દેખાતા પોસ્ટર્સમાં ફિલ્મોના નામ પણ યુનિક છે, જે હસાવી જાય છે. સાથે જ, મેહુલ બૂચ! ઝાલા સાહેબના રોલમાં તેમનું સાત્વિક અને પાવરફુલ અભિનય આ ફિલ્મની કાયમી મૂડી છે. નવી પેઢી કદાચ આ પાત્રને મેહુલ બૂચની કારકિર્દીના સારા પર્ફોર્મન્સ તરીકે સુધી યાદ રાખશે. કેમેરાવર્કની દ્રષ્ટિએ અમદાવાદના લોકેશન્સ સુંદર રીતે કેપ્ચર થયા છે.
ADVERTISEMENT
હવે વાત કરીએ નેગેટિવ પાસાની. ફિલ્મનો સેકન્ડ હાફ જાણે રસ્તામાં ક્યાંક ખોવાઈ ગયો હોય તેવું લાગે છે. લેખકોએ એટલા બધા 'અનનેસેસરી' સબ-પ્લોટ્સ ઉમેર્યા છે કે મુખ્ય કથાનો તાર જળવાતો નથી. પિંકેશનો પ્લોટ કેમ આવ્યો? એ પ્રશ્ન પ્રેક્ષકના મનમાં છેક સુધી રહે છે. તેવી જ રીતે લાલજી અને પોલીસનો ટ્રેક તો કોઈ પણ જાતના લોજિક વગર વાર્તામાં પ્રગટ થઈ જાય છે, જે વચ્ચે વચ્ચે હસાવે છે, પરંતુ દર્શકો એ વિરાજ એટલે કે બિરજુની મૂળ વાર્તાને શોધે છે!
ADVERTISEMENT
ફિલ્મ બહુ લાંબી છે. કાતર ફેરવવાની જરૂર હતી, જેથી ફિલ્મ વધુ 'ક્રિસ્પ' બની શકી હોત. આ ઉપરાંત, એક પણ ગીત એવું નથી જે થિયેટરની બહાર નીકળતી વખતે તમારા હોઠ પર હોય. ગીત-સંગીતની દ્રષ્ટિએ આ ફિલ્મ ખાલીપો અનુભવાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સલમાન ખાનના પાડોશીને હાઇકોર્ટનો નિર્દેશ, જાણો શું છે સમગ્ર વિવાદ
ADVERTISEMENT
જો તમારે રવિવારની સાંજ હસીને પસાર કરવી હોય અને બીજા ઓપ્શનના હોય તો આ ફિલ્મ જોવાય. જો તમે વિરાજના ફેન છો, તો પણ ફિલ્મ જોવા જેવી છે. પણ જો તમે કોઈ 'કલ્ટ ક્લાસિક' કે ટાઈટ સ્ક્રિપ્ટવાળી ફિલ્મની શોધમાં હોવ, તો કદાચ તમે નિરાશ થશો. સાંપ્રત સમયમાં આવતી ગુજરાતી ફિલ્મો કરતા આ ફિલ્મ બહુ જ પાછળ છે, અપ ટુ ધી માર્ક નથી!
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.