બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાન ખાનના પાડોશીને હાઇકોર્ટનો નિર્દેશ, જાણો શું છે સમગ્ર વિવાદ

મનોરંજન / સલમાન ખાનના પાડોશીને હાઇકોર્ટનો નિર્દેશ, જાણો શું છે સમગ્ર વિવાદ

Nirav Kumar

Last Updated: 05:57 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન અને તેના પાડોશી વચ્ચેનો વિવાદ છેક કોર્ટ સુધો પહોંચ્યો છે. જેમાં સલમાને તેના પાડોશી સામે સોશિયલ મીડિયા પર ડિફેમેટ્રી રીમાર્કસ કરવા બાળક કેસ દાખલ કરાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર સલમાન ખાન વિરુદ્ધ તેનો એક પાડોશી ડિફેમેટ્રી રીમાર્કસ પોસ્ટ કરતો હતો. આથી તેમનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો છે. ગુરુવારે આ મામલાની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો મતલબ એ નથી કે કોઈ પણ સેલિબ્રિટીઝ વિરુદ્ધ ડિફેમેટ્રી રીમાર્કસ પોસ્ટ કરી શકે છે. કોર્ટે સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસના પાડોશીને પોસ્ટ્સ દૂર કરવાનું વિચારવા કહ્યું છે.

કેતન કક્કરની પ્રોપર્ટી મહારાષ્ટ્રના નવી મુંબઈના પનવેલમાં આવેલી છે. આ વ્યક્તિની પ્રોપર્ટી મિલકત સલમાન ખાનના ફાર્મહાઉસની બાજુમાં છે. જેમાં કેતને આરોપ લગાવ્યો હતો કે સલમાને તેના ફાર્મહાઉસ બનવાતા દરમિયાન પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને તેના પાડોશીની પ્રોપર્ટીમાં પ્રવેશ અટકાવ્યો હતો. કેતન કક્કરે એવો પણ દાવો કર્યો હતો કે તેને આ બાબતે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમના દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

  • સલમાન ખાને માનહાનિનો દાખલ કર્યો દાવો

સલમાન ખાને કેતન કક્કર વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. જેમાં તેને આરોપ લગાવ્યો હતો કે કક્કરે તેના ફાર્મહાઉસમાં થતી એક્ટિવિટી વિશેના વીડિયો અને બીજું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતું. આ એક્ટરે કોર્ટને રિકવેસ્ટ કરી કે કેતન કક્કરને તેમને અપલોડ કરેલા વીડિયો દૂર કરવાનો અને આવા રિમાર્ક કરવાથી દૂર રહેવાનો આદેશ આપે. પણ સિવિલ કોર્ટે આવો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આથી સલમાન ખાને હાઇકોર્ટનો દરવાજી ખખડાવ્યો હતો.

જેમાં સલમાન ખાને હાઇકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, કેતન કક્કડ દ્વારા અપલોડ કરવામાં આવેલી પોસ્ટ માત્ર ડિફેમેટ્રી જ નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે પણ ભડકાઉ છે.

hiring vtv 1
  • કોર્ટે આગામી સુનાવણીની તારીખ આપી

આ મામલે હાઇકોર્ટે ગુરુવારે જસ્ટિસ શર્મિલા દેશમુખ સમક્ષ અરજીની સુનાવણી કરી હતી. જેમાં તેમને પ્રશ્ન કર્યો કે કોઈ વ્યક્તિ સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરવાને બદલે આવા વીડિયો અને કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર કેમ અપલોડ કરશે? જસ્ટિસ દેશમુખે કહ્યું, "કોઈ વ્યક્તિ પાસે સોશિયલ મીડિયાની ઍક્સેસ હોવાનો મતલબ એ નથી કે તે કોઈ વ્યક્તિને બદનામ કરશે, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે સેલિબ્રિટી. તેના વિશે વીડિયો અપલોડ કરશે.'

વધુ વાંચો : કોરિયોગ્રાફરો પાસે પણ કામના બદલામા થઇ હતી ગંદી ડિમાન્ડ, મોટો ખુલાસો

આ સુનાવણીમાં કોર્ટે એવો પણ સવાલ કર્યો કે, શું કોર્ટનો સમય માત્ર એ નક્કી કરવામાં બગાડવો જોઈએ કે અમુક સોશિયલ મીડિયા પોસ્ટ ડિફેમેટ્રી છે અને તેથી તેને દૂર કરવી જોઈએ. આમ કોર્ટે સૂચન કર્યું કે કેતન કક્કડ કન્ટેન્ટ દૂર કરવાનું વિચારે. આ કેસમાં આગામી સુનાવણી હવે 6 જુલાઈએ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

defamatory remarks neighbour Salman Khan
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ