બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વૈભવ સૂર્યવંશીના નાના ભાઈની કમાલ, લોકલ મેચમાં ફટકારી સદી

ક્રિકેટ / વૈભવ સૂર્યવંશીના નાના ભાઈની કમાલ, લોકલ મેચમાં ફટકારી સદી

Ajitsinh Jadeja

Last Updated: 10:53 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: એક તરફ વૈભવ સૂર્યવંશી હાલમાં વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વ્યક્તિ છે, જ્યારે તેનો નાના ભાઈ આશીર્વાદ જે ફક્ત 10 વર્ષનો છે, તેણે સ્થાનિક મેચમાં 21 બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી છે.

Cricket News: એક તરફ વૈભવ સૂર્યવંશી હાલમાં વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વ્યક્તિ છે, જ્યારે તેનો નાના ભાઈ આશીર્વાદ જે ફક્ત 10 વર્ષનો છે, તેણે સ્થાનિક મેચમાં 21 બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી છે.

માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં પરંતુ હાલમાં વિશ્વ ક્રિકેટમાં ચર્ચામાં રહેલું નામ 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી છે. આઇપીએલ 2026 સીઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યા પછી વૈભવ સૂર્યવંશીની હવે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. દરમિયાન 13 જૂનના વૈભવના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશી જે ફક્ત 10 વર્ષનો છે, સમસ્તીપુરમાં રમાયેલી લોકલ પ્રેક્ટિસ મેચમાં ક્રિકેટ એકેડેમી તાજપુર તરફથી રમતી વખતે 87 બોલમાં 103 રનની શાનદાર ઇનીગ્સ રમી ચર્ચામાં આવ્યો છે. તેણે 20 ચોગ્ગા અને એક છગ્ગો મારવામાં સફળ રહ્યો હતો.

વૈભવના મોટા ભાઈએ સોશિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરી

આશીર્વાદ સૂર્યવંશી જે ફક્ત 10 વર્ષનો છે, તે જમણા હાથનો બેટ્સમેન છે, સ્થાનિક મેચમાં આશીર્વાદે 87 બોલમાં 103 રન બનાવ્યા, જેનો સ્ટ્રાઇક રેટ લગભગ 120 હતો. વૈભવના મોટા ભાઈ, ઉજ્જવલ સૂર્યવંશીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક વાર્તા શેર કરીને આશીર્વાદની શાનદાર ઇનિંગ્સના સમાચાર શેર કર્યા.

VTV ADD 02

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / કેવી રીતે જોઇ શકશો ભારત-પાકિસ્તાન મેચ? Live જોવા અહીં ક્લિક કરો

વૈભવ હાલમાં ભારત-એ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે

વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે હાલમાં શ્રીલંકામાં ભારત-A ટીમ સાથે રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લઈ રહ્યો છે. વૈભવ આ ત્રિકોણીય શ્રેણીમાં અત્યાર સુધી બે મેચ રમ્યો છે, જેમાંથી એકમાં પણ 50 રનનો આંકડો પાર કરી શક્યો નથી. શ્રીલંકા-A સામેની મેચમાં તે 14 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે તેણે અફઘાનિસ્તાન-A સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. ચાહકો હવે શ્રેણીની આગામી મેચોમાં વૈભવ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vaibhav Sooryavanshi Sports News local match
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ