બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ફિનલેન્ડની ધરતી પરથી જયશંકરે પશ્ચિમને આઈનો બતાવ્યો: યુરોપને આપી લેક્ચર ન આપવાની કડક ચેતવણી
Last Updated: 12:03 AM, 13 June 2026
આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેસી અને ગ્લોબલ પોલિટિક્સમાં ભારતનું સ્ટેન્ડ હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાનું રહ્યું છે. ફિનલેન્ડના સત્તાવાર પ્રવાસે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે વધુ એક વખત વૈશ્વિક મંચ પરથી પશ્ચિમી દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. યુક્રેન યુદ્ધ બાદ રશિયા પર લદાયેલા આર્થિક પ્રતિબંધો છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઈલની આયાત ચાલુ રાખવા બદલ પશ્ચિમી મીડિયા અને નેતાઓ દ્વારા વારંવાર સવાલો ઉઠાવવામાં આવતા હતા, જેનો વિદેશ મંત્રીએ તથ્યો સાથે જડબાતોડ જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
કુલ્તારંતા ટોક્સ કાર્યક્રમમાં બોલતા એસ. જયશંકરે પશ્ચિમી દેશોને ભૂતકાળ અને વર્તમાનનો ઈતિહાસ યાદ અપાવ્યો હતો. તેમણે આક્ષેપો ફગાવતા કહ્યું કે, જે લોકો ભારતની નીતિઓ પર સવાલ ઉઠાવે છે તેમણે પહેલા પોતાની તરફ જોવું જોઈએ. વિદેશ મંત્રીએ કડક લહેજામાં કહ્યું, કોઈ પણ યુરોપિયન દેશ પર ભારતીય હથિયારથી ક્યારેય કોઈ હુમલો થયો નથી. ભારતે ક્યારેય યુરોપના હિતોને નુકસાન પહોંચાડ્યું નથી. પરંતુ આનાથી તદ્દન વિપરીત, યુરોપના દેશો દ્વારા વેચવામાં આવેલા અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ છેલ્લા ઘણા વર્ષોથી સતત ભારત વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રીનો આ સીધો ઈશારો પાકિસ્તાનને પશ્ચિમી દેશો તરફથી મળતી સૈન્ય અને હથિયારોની મદદ તરફ હતો, જેનો ઉપયોગ ભારત સામે સરહદ પર આતંકવાદ ફેલાવવા માટે થાય છે.
ADVERTISEMENT
#WATCH | EAM Dr S Jaishankar participated in a panel discussion at Kultaranta Talks with Finland FM Elina Valtonen, and Assistant FM of UAE, Lana Nusseibeh on 'Emerging Powers and the New Geopolitical Competition'
— ANI (@ANI) June 12, 2026
He says, "I buy oil based on cost and availability. So at that… pic.twitter.com/KlYIy89hY5
ADVERTISEMENT
જયશંકરે વૈશ્વિક તેલ બજારના સમીકરણો સમજાવતા સ્પષ્ટ કર્યું કે ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદવું એ કોઈ રાજકીય પગલું નથી પરંતુ સંપૂર્ણપણે એક વ્યાપારી અને આર્થિક નિર્ણય છે. ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત અને તેની સરળ ઉપલબ્ધતા જોઈને જ ખરીદી કરે છે. તેમણે વાસ્તવિકતા રજૂ કરતા જણાવ્યું કે, વર્ષ 2022 માં જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે યુરોપના અમીર દેશોએ પશ્ચિમ એશિયામાંથી મળતા તેલનો મોટો જથ્થો પોતાના માટે રાતોરાત ખરીદી લીધો હતો. ઐતિહાસિક રીતે ભારત હંમેશા પશ્ચિમ એશિયાના દેશો પાસેથી જ તેલ ખરીદતું હતું, પરંતુ યુરોપના આ કદમના કારણે ત્યાં તેલની અછત સર્જાઈ અને કિંમતો આસમાને પહોંચી ગઈ. આવા બદલાયેલા વૈશ્વિક સંજોગો અને બજારના દબાણ વચ્ચે ભારત પાસે પોતાની જનતાને મોંઘવારીથી બચાવવા માટે રશિયાના સસ્તા તેલ તરફ વળવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે? ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની તાત્કાલિક બેઠક
ADVERTISEMENT
ભારતનું વૈશ્વિક સ્તરે સ્ટેન્ડ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે આ યુદ્ધનો ઉકેલ બંદૂકના જોરે નહીં પરંતુ માત્ર શાંતિપૂર્ણ વાતચીત, સંવાદ અને કૂટનીતિ દ્વારા જ આવી શકે છે. ભારતના સંબંધો રશિયા અને યુક્રેન બંને દેશો સાથે ખૂબ જ મજબૂત છે. યુદ્ધના કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી, જેનો સીધો ફટકો વિકાસશીલ દેશો પર પડી રહ્યો હતો. તેથી ભારતે પોતાના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે ડિસ્કાઉન્ટ ભાવે મળતું રશિયન તેલ ખરીદ્યું. વિદેશ મંત્રીએ અગાઉ પણ પશ્ચિમને આડે હાથ લેતા યાદ અપાવ્યું હતું કે યુદ્ધના પ્રારંભિક દિવસોમાં ખુદ યુરોપિયન દેશોએ રશિયા સાથે અબજો ડોલરનો વેપાર અને ગેસની આયાત ચાલુ રાખી હતી. આવી સ્થિતિમાં, યુરોપના પોતાના ભૌગોલિક તણાવનો તમામ આર્થિક બોજ ભારત જેવા વિકાસશીલ કે ગરીબ દેશોની જનતા પર થોપી શકાય નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.