બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:34 PM, 12 June 2026
શનિવાર 13 જૂનથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ શરૂ થશે. એના પહેલા જ ઇન્ડીયન ટીમને બે ઝટકા લાગ્યા છે. જેમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. આ બંનેને ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ IPL ફાઇનલ દરમિયાન કોહલીને ઈજા થઈ હતી. જ્યારે BCCI ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ પંડ્યા ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો. તો એવામાં જાણવાનો પ્રયાસ કરીએ કે આ બન્નેની જગ્યાએ કોણ પ્લેઇંગ ઇલેવનમાં આવશે.
ADVERTISEMENT
BCCIએ અફઘાનિસ્તાન સામેની ODI સીરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી ત્યારે રોહિત શર્મા ઘાયલ હતો આથી તેને રમવા માટે BCCIનો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડ્યો હતો. રોહિત શર્માએ આ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે અને પ્લેઇંગ ઇલેવનમાં પસંદગી માટે પોતાને ઉપલબ્ધ કરાવ્યો છે. જો રોહિત શર્મા ટીમમાં હશે અને ફિટ હશે તો તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે. એવામાં રોહિત શર્મા અને શુભમન ગિલ અફઘાનિસ્તાન સામે ઇનિંગની શરૂઆત કરશે.
ADVERTISEMENT
🚨 GOOD NEWS FOR INDIA 🚨
— Johns. (@CricCrazyJohns) June 12, 2026
- Virat Kohli should be available for the England ODI series, He is progressing really well. [RevSportz] pic.twitter.com/6Y5DVUnoNM
ADVERTISEMENT
વિરાટ કોહલીના સ્થાને ભારતીય ટીમમાં સામેલ થયેલા યશસ્વી જયસ્વાલ નંબર 3 પર બેટિંગ કરી શકે છે. જયસ્વાલ ઓપનર છે પરંતુ તેને ODI ટીમમાં ઓપનીંગનો મોકો નહીં મળે. કોહલીની ગેરહાજરીમાં તેને રન બનાવીને ODI ટીમમાં સ્થાન મેળવવાનો મોકો મળશે. જયસ્વાલ ભારત માટે માત્ર ચાર ODI રમ્યો છે જેમાં એક સદી સાથે 171 રન બનાવ્યા છે. ભારત પાસે ઇશાન કિશનનો પણ ઓપ્શન છે. ઇશાન કિશને પણ ડોમેસ્ટિક સિઝનમાં શાનદાર પર્ફોમ કર્યું હતું.
ADVERTISEMENT
ટી20 કેપ્ટન શ્રેયસ ઐયર નંબર 4 પર અને કેએલ રાહુલ નંબર 5 પર જોવા મળશે, જેઓ ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળશે. બંનેએ કેટલાક સમય માટે આ સ્થાનો સંભાળ્યા છે અને ભારત માટે ઘણી મેચો જીતી છે. ઐયર અને રાહુલે IPL સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અફઘાનિસ્તાન ODI શ્રેણીમાં તેમનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખવાની અપેક્ષા છે. ઐયર ODI ટીમના ઉપ-કપ્તાન પણ છે.

ADVERTISEMENT
BCCI એ હજુ સુધી અફઘાનિસ્તાન સામેની ODI સીરીઝ માટે હાર્દિક પંડ્યાના સ્થાને ખેલાડીની જાહેરાત કરી નથી. BCCI સેક્રેટરી દેવજીત સાકિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, બોર્ડ આ સીરીઝ માટે પંડ્યાના સ્થાને કોઈ પ્લેયરની પસંદગી કરશે નહીં. તેનાથી બીજા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવાનો માર્ગ બનશે. રેડ્ડીએ 4 ચાર ODI મેચ રમી છે અને ભારત તેને આ સીરીઝમાં મોકો આપી શકે છે. જેથી તે 2027 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે કામ કરી શકે છે.
ADVERTISEMENT
શુભમન ગિલ ધર્મશાલાની પિચ પર 5 બોલરો સાથે ઉતારી શકે છે. જેમાં મોટા ભાગના ફાસ્ટ બોલરો હશે. જસપ્રીત બુમરાહ પણ ODI ટીમમાં નથી આથી અર્શદીપ સિંહ પેસ અટેકનું નેતૃત્વ કરશે. તેને પ્રસિદ્ધ કૃષ્ણાનો સપોર્ટ મળી શકે છે. પ્રિન્સ યાદવને પણ ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. જો ભારત 4 ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારવાનું પસંદ કરે છે, તો ગુરનુર બરાડને પણ ડેબ્યૂ કરવાનો મોકો મળશે. નહિંતર ભારત વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવમ એમ બે સ્પિનરોને પણ મેદાનમાં ઉતારી શકે છે.
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનુર બરાડ, હર્ષ દુબે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.