બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:56 AM, 12 June 2026
કંગના રાણાવતની ફિલ્મ "ભારત ભાગ્ય વિધાતા" થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. એવામાં તેની સુપરહિટ ફ્રેન્ચાઇઝ "તનુ વેડ્સ મનુ" ને લઇ એક મોટી અપડેટ સામે આવી છે. જેના રિપોર્ટ અનુસાર કંગના રાણાવ અને આર. માધવન સ્ટારર તનુ વેડ્સ મનુ 3 ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થવાનું છે.
ADVERTISEMENT
વર્ષ 2011 માં રિલીઝ થયેલી કંગના રાણાવતની "તનુ વેડ્સ મનુ" બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. ત્યાર બાદ 2015 માં, "તનુ વેડ્સ મનુ રિટર્ન્સ" એ તેના પહેલા પાર્ટનો રેકોર્ડ તોડ્યો હતો. જેમાં ફેન્સ લાંબા સમયથી "તનુ વેડ્સ મનુ 3" ની રાહ જોઈ રહ્યા હતા. હવે ફેન્સની તે રાહનો અંત આવવાનો છે. કેમ કે "તનુ વેડ્સ મનુ 3" પર કામ શરૂ થવાનું છે, જેમાં 11 વર્ષ બાદ કંગના અને આર. માધવન સાથે મોટી સ્ક્રીન પર કમબેક કરશે.
ADVERTISEMENT

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંગના રાણાવત અને આર. માધવન "તનુ વેડ્સ મનુ રિટર્ન્સ" બાદ લાંબા સમય પછી આ પોપ્યુલર ફ્રેન્ચાઇઝના નેક્સ્ટ ચેપ્ટર માટે ફરી સાથે આવી રહ્યા છે. "તનુ વેડ્સ મનુ 3" ઓફીશીયલ આવી રહી છે. જેમાં તેનું નામ "તનુ વેડ્સ મનુ: ધ નેક્સ્ટ ચેપ્ટર" રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મનું શૂટિંગ 2026 માં શરૂ થવાનું છે. તેને "ઇરોસ યુનિવર્સ" બેનર નીચે "ઇરોસ ઇનોવેશન" ના અપકમિંગ પ્રોજેક્ટ તરીકે જાહેર કરાયું છે. પણ મેકર્સ હજુ સુધી પ્રોડક્શન શેડ્યૂલ શેર કર્યું નથી. આથી એવી શક્યતા છે કે, શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પહેલા બે પાર્ટને મળેલા સકારાત્મક પ્રતિસાદને પગલે મેકર્સે ત્રીજા પાર્ટ માટે તૈયાર છે. આ વખતે, "તનુ વેડ્સ મનુ 3" નું ડાયરેક્શન આનંદ એલ. રાય નહીં પરંતુ "ધ એમ્પાયર" અને "હીરામંડી" માં તેમના કામ માટે જાણીતા મિતાક્ષરા કુમાર કરશે. રુદ્રાક્ષ જ્યોતિ સોમા લિમિટેડ પણ આ પ્રોજેક્ટને કો પ્રોડ્યુસ કરશે. કંગના અને માધવન સિવાય ફેંસ દીપક ડોબરિયાલ, જીમી શેરગિલ, સ્વરા ભાસ્કર અને મોહમ્મદ ઝીશાન અય્યુબ જેવા અગાઉના કલાકારોને જોવાનું પસંદ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.