બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / વેલકમ ટૂ ધ જંગલનું ટ્રેલર રિલીઝ, વેલકમ 3 નહીં તીસ માર ખાન -2 લાગી રહી છે આ ફિલ્મ
Last Updated: 03:20 PM, 11 June 2026
અક્ષય કુમારની ફિલ્મ "વેલકમ ટુ ધ જંગલ" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વિશાળ સ્ટારકાસ્ટ છે, જેની એક ઝલક ટ્રેલરમાં દેખાય છે. ભરપૂર મનોરંજનનું વચન આપતી આ ફિલ્મ 26 જૂને રિલીઝ થવાની છે. અહમદ ખાન દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ "વેલકમ" સીરિઝની ત્રીજી ફિલ્મ છે, છતાં તે મૂળ "વેલકમ" થી અલગ લાગે છે.
ADVERTISEMENT
AKSHAY KUMAR: 'WELCOME TO THE JUNGLE' TRAILER ARRIVES – 26 JUNE 2026 RELEASE... A true-blue multi-starrer... The #WTTJTrailer is loaded with fun, entertainment and some genuinely witty one-liners, further amplifying the excitement surrounding the film. 👍👍👍#WelcomeToTheJungle… pic.twitter.com/BKinrGPPwN
— taran adarsh (@taran_adarsh) June 11, 2026
ફિલ્મમાં બધા જ દેખાશે નહીં, પણ ઉદય, મજનુ અને બલ્લૂ
ADVERTISEMENT
તાજેતરમાં અભિનેતા મુશ્તાક ખાન સાથે વાત કરી, જેમણે વેલકમ અને વેલકમ બેકમાં બલ્લુનું પાત્ર ભજવ્યું હતું. મુશ્તાકે ખુલાસો કર્યો કે તે આ ત્રીજા ભાગનો ભાગ નથી. તેમણે ટિપ્પણી કરી કે ફિલ્મનો આખો માહોલ અલગ છે, કારણ કે વેલકમનો સાર ઉદય અને મજનુના પાત્રો સાથે જોડાયેલો છે. આ ફિલ્મ અલગ છે, અને તેનો આત્મા બદલાઈ ગયો છે.
આ પણ વાંચોઃ એક્ટર પરાગ ત્યાગી સ્મશાન ઘાટ પહોંચ્યો, આત્મા સાથે વાત કર્યાનો દાવો, વીડિયો શેર કર્યો
ADVERTISEMENT
વેલકમ ટૂ ધ જંગલ કાસ્ટ
'વેલકમ ટુ ધ જંગલ' ના કલાકારોની વાત કરીએ તો, ફિલ્મમાં અક્ષય કુમાર, દિશા પટણી, રવિના ટંડન, માનુષી છિલ્લર, જોની લીવર, અરશદ વારસી, પરેશ રાવલ, તુષાર કપૂર, રાજપાલ યાદવ, બોબી દેઓલ, લારા દત્તા અને મુકેશ તિવારી જેવા કલાકારો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અહમદ ખાન કરી રહ્યા છે, જેમણે અગાઉ હીરોપંતી 2, બાગી 2, બાગી 3 અને ફૂલ એન્ડ ફાઇનલ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. 'વેલકમ ટુ ધ જંગલ' સાથે તે કેવો જાદુ સર્જે છે તે જોવાનું બાકી છે. હાલ માટે, ફિલ્મ વિશે કંઈપણ ચોક્કસ ના કહી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.