બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ભાજપની મોટી જીત : રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ જાહેર

રાજનીતિ / ભાજપની મોટી જીત : રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ જાહેર

Priykant Shrimali

Last Updated: 03:18 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rajya Sabha Election : ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, રાજકીય સમીકરણોમાં ભાજપને મોટી સફળતા

Gujarat Rajya Sabha Election : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. પરિણામે રાજ્યસભાની આ ચાર બેઠકો પર હવે કોઈ મતદાનની જરૂર રહેશે નહીં. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં અન્ય કોઈ માન્ય ઉમેદવાર મેદાનમાં ન રહેતા ભાજપના ઉમેદવારોને સીધી જીત મળી છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આ સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.

ભાજપ તરફથી મેદાનમાં રહેલા રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા હવે સત્તાવાર રીતે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજય મળતા પાર્ટી કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : કાજલ હિન્દુસ્થાનીના આરોપ પર વિનુ મોરડિયાનો પલટવાર-'કાયદો હાથમાં લેનારા સામે અવાજ ઉઠાવ્યો'

રાજકીય વિશ્લેષકોના મતે, ગુજરાતમાં ભાજપની મજબૂત સંગઠનાત્મક સ્થિતિ અને વિધાનસભામાં સંખ્યાબળના કારણે રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષને અનુકૂળ સ્થિતિ મળી છે. બિનહરીફ જીતથી પક્ષે પોતાની રાજકીય પકડ વધુ એક વખત સાબિત કરી છે. ચૂંટણી તંત્ર દ્વારા નિયમિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચારેય વિજેતા ઉમેદવારોને આજે વિજયનું સત્તાવાર પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ સાથે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને મતદાન વિના પૂર્ણ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP Unopposed Victory BJP Gujarat Gujarat Rajya Sabha Election
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ