બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:16 PM, 11 June 2026
1/6
ડિજિટલ કન્ટેન્ટ અને વેબ સિરીઝના ચાહકો માટે વીકેન્ડ હવે ફુલ ટાઈમ પાસ અને મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. શુક્રવાર, 12 જૂનના રોજ ઓટીટી જગતમાં ફિલ્મો અને શો ની ભારે સુનામી આવવા જઈ રહી છે, જેના કારણે દર્શકોને સ્ક્રીન સામેથી હટવાની ફુરસદ જ નહીં મળે. એક તરફ થિયેટર્સમાં એકસાથે 8 ફિલ્મો રિલીઝ થઈને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે, ત્યારે બીજી તરફ ઓટીટીના કિંગ ગણાતા અલગ-અલગ પ્લેટફોર્મ્સ પર પ્રચંડ સસ્પેન્સ, હોરર, ડ્રામા અને એક્શન ફિલ્મો સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ શુક્રવારે રિલીઝ થઈ રહેલા ટોચના 5 કન્ટેન્ટ કયા છે, ચાલો તેના પર વિગતવાર નજર કરીએ.
2/6
લોકપ્રિય વેબ સિરીઝ 'મિર્ઝાપુર' માં 'ગુડ્ડુ ભૈયા' ના પાત્રથી દેશભરમાં ફેમસ થયેલા દમદાર અભિનેતા અલી ફઝલ ફરી એકવાર પોતાના અભિનયનો જાદુ વિખેરવા માટે તૈયાર છે. અલી ફઝલ સ્ટારર મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'રાખ' શુક્રવારે પ્રાઇમ વિડીયો (Prime Video) પર રિલીઝ થવા જઈ રહી છે. આ એક પ્યોર ક્રાઈમ થ્રિલર શો (Crime Thriller Show) છે, જેની વાર્તા અને સસ્પેન્સના કારણે દર્શકો લાંબા સમયથી આ સિરીઝની રાહ જોઈ રહ્યા હતા.
3/6
બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારની હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ડિજિટલ ઓડિયન્સ આ ફિલ્મની ઓટીટી રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. આ ફિલ્મ 12 જૂનથી પ્રખ્યાત પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે. જો કે, મેકર્સ દ્વારા આ અંગે હજુ કોઈ મોટી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો મુજબ તે શુક્રવારે જ લાઈવ થશે.
4/6
બોલિવૂડની ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી આજકાલ પોતાના અનોખા કુકિંગ રિયાલિટી શો 'મા હૈ ના' ને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ જ હેડલાઈન્સ બટોરી રહી છે. આ અનોખા શો નું સંચાલન (હોસ્ટ) ખુદ શિલ્પા શેટ્ટી કરતી જોવા મળશે. આ શો ને ઓટીટી પ્લેટફોર્મ જી5 (ZEE5) પર રિલીઝ કરવામાં આવશે, જેને દર્શકો શુક્રવારથી લાઈવ જોઈ શકશે.
5/6
દક્ષિણ ભારતની મલયાલમ સિનેમાની શાનદાર સસ્પેન્સ ફિલ્મ 'ડ્રિડમ' થિયેટર રન પૂરો કર્યા બાદ હવે ઓટીટી પર પોતાનો દબદબો બનાવવા આવી રહી છે. 'ડ્રિડમ' એક શાનદાર મલયાલમ ક્રાઈમ થ્રિલર (Crime Thriller) ફિલ્મ છે. આ ફિલ્મને નવા મર્જ થયેલા ઓટીટી પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર (Jio Hotstar) પર 12 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે.
6/6
સાઉથ સિનેમાના સુપરસ્ટાર સૂર્યા (Suriya) અને લોકપ્રિય અભિનેત્રી તૃષા કૃષ્ણનની તમિલ હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ 'કરુપ્પુ' ગત 14 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. થિયેટર્સમાં આવતાની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને સૂર્યાની દમદાર એક્શન સ્ટાઈલને ફેન્સે માથે ઉપાડી લીધી હતી. બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કર્યા બાદ, હવે આ સુપરહિટ તમિલ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર હિન્દી સહિત અન્ય ભાષાઓમાં સ્ટ્રીમ થવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ