બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જેતપુરમાં શ્રમિક પરિવારને આવ્યું 32 લાખનું વીજ બિલ, સ્માર્ટ મીટર લગાવતાં જ લાગ્યો 'કરન્ટ'

ગુજરાત / જેતપુરમાં શ્રમિક પરિવારને આવ્યું 32 લાખનું વીજ બિલ, સ્માર્ટ મીટર લગાવતાં જ લાગ્યો 'કરન્ટ'

Nidhi Panchal

Last Updated: 07:14 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેતપુરમાં સ્માર્ટ વીજ મીટર ગરીબ પરિવારો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. PGVCLની ઘોર બેદરકારી અને મોટા છબરડાને કારણે એક સામાન્ય શ્રમિક પરિવારને લાખો રૂપિયાનું બિલ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

જેતપુરમાં સ્માર્ટ મીટર જાણે સામાન્ય વીજ ગ્રાહકો માટે હાર્ટઅટેક લાવવાનું મશીન બની ગયું હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સરકારી તંત્રની બેદરકારીના કારણે સ્માર્ટ મીટર લગાવાતા જ એક ગરીબ શ્રમિક પરિવારને અચાનક લાખોનું બિલ મળી ગયું છે. આ આકાશી બિલ આવવાના કારણે આખો પરિવાર ભારે ચિંતા અને મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

PGVCL

32 લાખ રૂપિયાથી વધુનું ડિજિટલ વીજ બિલ

જેતપુરના ગણેશનગરમાં વિસ્તારમાં વિસ્તારમાં રહેતા એક સામાન્ય શ્રમિક પરિવારને પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા પૂરા 32 લાખ રૂપિયાથી વધુનું ડિજિટલ વીજ બિલ ફટકારવામાં આવ્યું છે. આ આંકડો કોઈ સામાન્ય માણસ વિચારી પણ ન શકે તેટલો મોટો છે. ચોક્કસ આંકડાની વાત કરીએ તો, બરાબર 32 લાખ 72 હજાર 222 રૂપિયાનું આ અધધ બિલ જોઈને વીજ ગ્રાહક અને તેમના પરિવારજનોના હોશ ઉડી ગયા છે અને તેમને જોરદાર માનસિક આઘાત લાગ્યો છે.

PGVCL-3

ગ્રાહક દીપિકાબેન રાઠોડની મુશ્કેલીઓમાં પારાવાર

સૌથી વધુ આશ્ચર્યની અને ગંભીરતાની વાત એ છે કે, ઘરમાં નવું ડિજિટલ સ્માર્ટ મીટર લગાવતાં જ આ પહેલું બિલ 32 લાખથી વધુ રૂપિયાનું જનરેટ થઈને આવ્યું છે. આ પીડિત શ્રમિક પરિવારને જ્યારે ઘરમાં જૂનું પરંપરાગત વીજ મીટર ચાલુ હતું, ત્યારે દર મહિને વપરાશ મુજબ સરેરાશ માત્ર 1 હજાર 200 રૂપિયા આસપાસ જ બિલ આવતું હતું. ક્યાં દર મહિને નિયમિત આવતા 1200 રૂપિયા અને ક્યાં ટેક્નોલોજીના નામે એકસાથે સીધું 32 લાખ રૂપિયાનું ડિજિટલ બિલ! PGVCLના આ આકાશી અને અણધારીયા મોટા છબરડાના કારણે ગ્રાહક દીપિકાબેન રાઠોડની મુશ્કેલીઓમાં પારાવાર વધારો થઈ ગયો છે.

PGVCL-4

રકમનું બિલ ચૂકવવું તો દૂરની વાત

સામાન્ય મજૂરી કામ કરીને અને તડકામાં પરસેવો પાડીને માંડ-માંડ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા આ ગરીબ પરિવાર માટે આટલી મોટી રકમનું બિલ ચૂકવવું તો દૂરની વાત છે, પરંતુ તેના વિશે વિચારવું પણ અશક્ય અને કલ્પના બહારની બાબત છે. આ ઘટના વાયુવેગે પ્રસરતા સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો : કચ્છ જીલ્લાના છ રસ્તાઓ ફોરલેન થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપગ્રેડની આપી મંજૂરી

સ્થાનિક નાગરિકો હવે ઉગ્ર આક્રોશપૂર્વક સરકારી તંત્ર અને વીજ કંપની સામે સવાલ પૂછી રહ્યા છે કે, PGVCLની આવી ગંભીર, બેજવાબદાર અને સામાન્ય નાગરિકોને માનસિક ત્રાસ આપનારી ઘોર બેદરકારી માટે આખરે કોણ જવાબદાર છે? સ્માર્ટ મીટર અને ડિજિટલ સિસ્ટમના નામે ગરીબ ગ્રાહકોનું આવું આર્થિક અને માનસિક શોષણ ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? શું વીજ કંપનીના સત્તાધીશો આ ટેકનિકલ ખામી સુધારીને પરિવારને ન્યાય આપશે કે પછી ગરીબોએ આમ જ હેરાન થવું પડશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bill blunder Jetpur smart meter bill PGVCL electricity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ